Back

ⓘ નૃત્ય - કૂચિપૂડિ નૃત્ય, સત્રીયા નૃત્ય, ઓડિસી નૃત્ય, ફારસી નૃત્ય, મણિપુરી નૃત્ય, ટિપ્પણી નૃત્ય, મકરધ્વજ દારોગા ..                                               

કૂચિપૂડિ નૃત્ય

કૂચિપૂડિ એ આંધ્ર પ્રદેશનું એક શાસ્ત્રીય નૃત્ય છે. તે સમગ્ર દક્ષિણ ભારતમાં પ્રચલિત છે. આ સિવાય આંધ્ર પ્રદેશમાં આવેલ કૃષ્ણા જિલ્લામાં કૂચિપૂડિ નામે એક ગામ પણ છે, ત્યાંના બ્રાહ્મણો દ્વારા આ કળા વિકસીત થઈ આથી આ કળા કૂચિપૂડિ નૃત્ય કહેવાઈ. આ નૃત્યની શરુઆત મોટે ભાગે એક રંગમંચની અમુક વિધીથી થાય છે, ત્યાર બાદ દરેક કલાકાર મંચ પર આવી તે નાટકના પાત્રને સુસંગત એવા નાનકડા ગીત સંગીત અને નૃત્યની રચનામાં પોતાનો પરિચય આપે છે જેને દારુ કહે છે. ત્યાર બાદ નાટિકાની શરુઆત થાય છે. આ નૃત્ય મોટેભાગે ગીત સાથે કરાય છે, જે કર્ણાટક સંગીતમાં મઢાયેલ હોય છે. સંગીત મૃંદગમ્, વાયોલીન, વાંસળી અને તંબૂરાથી અપાય છે. નર્તકના આભૂ ...

                                               

સત્રીયા નૃત્ય

સત્રીયા કે સત્રીયા નૃત્ય ભારતના આઠ મુખ્ય શાસ્ત્રીય નૃત્યમાંની એક નૃત્ય શૈલિ છે. અન્ય શાસ્સ્ત્રીય નૃત્યોમાં ચડતી પડતી અને પુનર્જીવનના દોર આવ્યાં પણ સત્રીયા નૃત્ય તેના જનક, આસામના વૈષ્ણવ સંત શ્રીમંત સંકરદેવાના સમયથી જ એક જીવંત કળા રહી છે. સંકરદેવાએ સત્રીયા નૃત્યની રચના અંકીય નાટ તરીકે ઓળખાતા આસામી એક-અભિનય નાટકના પૂરક તરીકે કરી. આ કળાને પ્રાય: સત્ર તરીકે ઓળખાતા આસામી મઠમાં પ્રદર્શિત કરાતી. આ પરંપરા સત્રમાં વિકસી અને ફૂલી ફાલી, માટે આ નૃત્યને પણ સત્રીયા નૃત્ય તારીકે ઓળખવામાં આવ્યું. આજે પણ ભલે સત્રીયા નૃત્ય સત્રની બંધ દીવાલોમાંથી બહાર નીકળી બહુ મોટા ફલક પર પ્રસ્તુતિ પામ્યું હોય, પણ હજુ તેને ધ ...

                                               

ઓડિસી નૃત્ય

ઓડિસી એ ભારતના આઠ શાસ્ત્રીય નૃત્ય પ્રકારો માંનો એક નૃત્ય છે પૂર્વી ભારતીય રાજ્ય ઓરિસ્સા કે ઓડિસા એ આ નૃત્યનું ઉદગમ સ્થાન છે. પુરાતાત્વીક પુરાવાને આધારે આ નૃત્ય ભારતની સૌથી જુની નૃત્ય શૈલિ છે. ભારતીય નૃત્ય ઉપરનો પૌરાણીક ગ્રંથ નાટ્ય શાસ્ત્ર આને "ઓદ્રા-મગધી" તરીકે સંબોધે છે. ભુવનેશ્વર નજીક આવેલ ધવલ ગિરિ પર કરેલ પહેલી સદીની ભીંત કોરતણી આ નૃત્યના પ્રાચીનતમ હોવાનો પુરાવે આપે છે. બ્રિટિશ રાજમાં આ નૃત્યને કચડી નખાયો પણ આઝાદી પછી આ નૃત્યને ફરી પુનઃજીવીત કરાયો છે. અન્ય ભારતીય શાસ્ત્રીય નૃત્ય થે આ નૃત્યને અલગ પાડતી મુખ્ય વાત છે આ નૃત્યમાં "ત્રિભંગી" અપાતું મહત્ત્વ. ત્રિભંગી એઅતલે ત્રણ ટુકડા ભાંગેલ. આ ...

                                               

ફારસી નૃત્ય

ફારસી નૃત્ય અથવા ઈરાની નૃત્ય ઈરાનની સ્વદેશી નૃત્ય શૈલીઓને સંદર્ભિત કરે છે. ફારસી નૃત્યમાં અદ્યતન દરબારી નૃત્યો અને ઊર્જાસભર લોક નૃત્યોનો સમાવેશ થાય છે. ઈરાન દેશની અલ્પસંખ્યક વસ્તીમાં કુર્દિશ, અઝરબૈજાની, તુર્કમેન, યહૂદીઓ, આર્મેનિયન, જ્યોર્જિયન લોકો શામિલ છે અને ફારસી નૃત્ય પર આ લોકોની સંસ્કૃતિઓની ઘણી અસર દેખાય છે. નૃત્ય માટે ફારસી ભાષાનો શબ્દ રક્સ કે રેક્સ છે અને આ શબ્દ અરબી ભાષામાંથી આવ્યો છે.

                                               

મણિપુરી નૃત્ય

મણિપુરી નૃત્ય એ ભારતીય શાસ્ત્રીય નૃત્યમાંનું એક મુખ્ય નૃત્ય છે. આ નૃત્યનો ઉદ્ગમ ઈશાન ભારતના રાજ્ય મણિપુરમાં થયો હતો જે બર્મા ને અડે છે. ચારે તરફ પહાડીઓથી ઘેરાયેલ મણિપુર રાજ્ય ભારત મુખ્ય ભૂમિ અને પૂર્વી ભારતના સંગમ સ્થળ પર આવેલ છે અને આ ક્ષેતએ પોતાની એક આગવી સઁસ્કૃતિ વિકસાવી છે. મણિપુરી નૃત્ય એ આ સંસ્કૃતિનો એક આગવો ભાગ છે. આ નૃત્ય રાધા અને કૃષ્ણની રાસલીલા ની આસપાસ ગૂંથાયેલા હોય છે. આ નૃત્ય મંજિરા કે કરતાલ અને પંગ કે મણિપુરી મૃદંગ શાંકિર્તન ના સંગીત સાથે કરવામાં આવે છે. મણિપુરી નર્તકો અન્ય નૃત્ય શૈલિની જે તાલ વાદ્ય સાથે તાલ મેળવતા પગે ઘુંધરુ નથી બાંધતા. મણિપુરી નૃત્યમાં અન્ય નૃત્યોની જેમ નર્ ...

                                               

ટિપ્પણી નૃત્ય

ટીપણી લાકડાની ૧૭૫ સેમી લાંબી લાકડીની બનેલી હોય છે જેને એક છેડે લાકડાનો અથવા ધાતુનો ઘનાકાર ટુકડો હોય છે, જેને ગરબો કહે છે. પ્રાચીન સમયમાં બાંધકામના પાયાને અથવા ઉપરના માળમાં વપરાયેલા ચૂનાના ગારાને ટીપી ટીપી મજબૂત બનાવવા માટે ટીપણી વપરાતી. ટીપવાના કામમાં આવતી એકવિધતાને રોચક બનાવવા માટે તે સાથે નૃત્ય કરવામાં આવતું. પથ્થર તોડીને જમીન સપાટ કરનારી કોળી જાતિના લોકોએ આ નૃત્યની શરૂઆત કરી.

                                               

મકરધ્વજ દારોગા

મકરધ્વજ દારોગા ; ભારત દેશના ઝારખંડ રાજ્યમાં રહેતા એક પરંપરાગત કલાકાર છે. તેમને અભિનય ક્ષેત્રે ઝારખંડના સાંસ્કૃતિક નૃત્ય માટે કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૧ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →