Back

ⓘ કનૈયાલાલ મુનશી. કનૈયાલાલ માણેકલાલ મુનશી જેઓ ક. મા. મુનશી તરીકે પણ જાણીતા હતા, ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હ ..                                               

ભારતીય વિદ્યા ભવન

ભારતીય વિદ્યા ભવન ભારતનું એક શૈક્ષણિક ટ્રસ્ટ છે. જેની સ્થાપના મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી ૯ નવેમ્બર ૧૯૩૮ના કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી. જે ભારતનું ઐતિહાસિક શૈક્ષણિક ટ્રસ્ટ છે. સરદાર વલ્લભભાઇ પટેલ તથા રાજગોપાલાચારીના સક્રિય યોગદાનથી વિદ્યા ભવન ગાંધીજીના આદર્શો પર ચાલીને આગળ વધ્યું. સંસ્થા દ્વારા ભારતીય સ્ંસ્કૃતિનો બહારના દેશોમાં પ્રસાર-પ્રચાર કરવાં માટે પણ નોંધપાત્ર કાર્યો કરવામાં આવ્યા છે. આ સંસ્થાના ભારતમાં ૧૧૭ કેન્દ્રો છે અને ૭ કેન્દ્રો વિદેશોમાં છે. તેના દ્વારા પેટા સંસ્થા તરીકે ૩૩૫ સંસ્થાઓનું સંછાલન કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સન ૨૦૦૦માં ભારતીય વિદ્યા ભવનને ગાંધી શાંતી ...

કનૈયાલાલ મુનશી
                                     

ⓘ કનૈયાલાલ મુનશી

કનૈયાલાલ માણેકલાલ મુનશી જેઓ ક. મા. મુનશી તરીકે પણ જાણીતા હતા, ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા, અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણીતા હતા. તેમણે ૧૯૩૮માં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી.

                                     

1. પ્રારંભિક જીવન

તેમનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચમાં માણેકલાલ અને તાપી બાને ત્યાં થયો હતો. તેમનો શાળાકીય અભ્યાસ આર. એસ. દલાલ હાઇસ્કૂલમાં થયો હતો. ૧૯૦૧માં તેમણે મૅટ્રિકની પરિક્ષા પાસ કરીને ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. વડોદરામાં તેમના શિક્ષક અરવિંદ ઘોષનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતિય, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ભુલાભાઈ દેસાઇ પણ તેમના આદર્શ હતા. ૧૯૦૫માં પ્રથમ વર્ગ સાથે અંબાલાલ સાકરલાલ પારિતોષિક જીતીને ઇન્ટરની પરીક્ષા પસાર કરી અને ૧૯૦૭માં એલિયટ પ્રાઈઝ સાથે બી.એ.ની પદવી મેળવી. ૧૯૧૦માં તેમણે એલ.એલ.બી.ની પરિક્ષા ઉત્તિર્ણ કરી અને ૧૯૧૩માં તેમણે મુંબઈ હાઇકોર્ટમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો.

લગ્ન

૧૯૦૦માં નાની ઉંમરે તેમના લગ્ન અતિલક્ષ્મી સાથે થયા. ૧૯૨૪માં અતિલક્ષ્મીનું અવસાન થયું હતું. ૧૯૨૬માં તેમણે લીલાવતી શેઠ સાથે પુન:લગ્ન કર્યા હતા. લીલાવતી મુનશી પણ જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા.

                                     

2.1. કારકિર્દી રાજકારણ

૧૯૧૫-૨૦ દરમિયાન તેઓ હોમરુલ લીગ ના મંત્રી રહ્યા હતા. તેમની સુદિર્ઘ રાજકીય કારકિર્દી દરમ્યાન તેઓ ૧૯૨૫માં મુંબઈ ધારાસભામાં ચૂંટાયા. ૧૯૩૦માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને ત્યાર પછી ૧૯૩૦-૩૨ દરમિયાન સ્વતંત્રતાની ચળવળમાં જેલવાસ ભોગવ્યો. ૧૯૩૭-૩૯ દરમિયાન મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન રહ્યા. ૧૯૪૮માં તેમણે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને પછી હૈદરાબાદના ભારતમાં વિલિનીકરણમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. ૧૯૪૮માં તેઓ રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય બન્યા અને એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન રહ્યા. ૧૯૫૨ની ચૂંટણી પછી ૧૯૫૨ થી ૧૯૫૭ દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલના હોદ્દા પર રહ્યા હતા. ૧૯૫૮-૫૯ દરમિયાન કોંગ્રેસ પક્ષ સાથે મતભેદો થતા પક્ષમાંથી રાજીનામું આપ્યું અને ૧૯૫૯માં તેઓ રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં જોડાયા. ૧૯૬૦માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી.

                                     

2.2. કારકિર્દી સાહિત્ય

સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે તેમણે ૧૯૧૨માં ભાર્ગવ અને ૧૯૨૨માં ગુજરાત માસિકનો પ્રારંભ કર્યો. ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણમાં તેમણે અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેમણે ૧૯૩૮માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે રહ્યા. ૧૯૫૯માં તેમણે સમર્પણ માસિકનો પ્રારંભ કર્યો.

                                     

3. સર્જન

કનૈયાલાલ મુનશીની પહેલી નવલકથા પાટણની પ્રભુતા જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતા ને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ શરૂ કર્યું. જય સોમનાથ એ રાજાધિરાજ કૃતિ છે, પણ હંમેશા પહેલી ગણાય છે. જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના કૃષ્ણાવતાર છે, જે અધુરી છે.

તેમણે લખેલા સાહિત્યમાં કેટલીક ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે:

                                     

4. સ્મૃતિચિહ્નો

  • તિરૂઅનંતપુરમમાં એક શાળાને ભવન્સના કુલપતિ કે. એમ. મુનશી મેમોરિય વિદ્યા મંદિર સપશ તરીકે નામ અપાયું છે.
  • મુંબઈના એક મુખ્ય માર્ગને તેમના પરથી નામ અપાયું છે.
  • જયપુરમાં એક માર્ગને તેમના પરથી નામ અપાયું છે.
  • ભારતીય વિદ્યા ભવન તેમના માનમાં સામાજીક કાર્ય માટે કુલપતિ મુનશી પુરસ્કાર એનાયત કરે છે.
                                     

5. બાહ્ય કડીઓ

  • પૃથિવીવલ્લભ ૧૯૨૪
  • રેડિફ.કોમ પરનો લેખ
  • પૃથિવીવલ્લભ ૧૯૪૩
  • Kamat.com પર મુનશીનો પરિચય
  • ભારતીય વિદ્યા ભવનના સ્થાપક, કે. એમ. મુનશી
  • ચંદીગઢ ભવન વિદ્યાલય ભારતમાં શ્રેષ્ઠ ધ ટ્રિબ્યુન, ૪ ફેબ્રુઆરી ૨૦૦૮
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →