Back

ⓘ ભારતીય સંગીત પ્રાચીનકાળથી ભારત માં ઉદ્દભવેલું અને વિકસીત થયેલું એક સંગીત છે. આ સંગીતના મૂળ સ્ત્રોત વેદોને માનવામાં આવે છે. ભારતીય પરંપરામાં એવું માનવામાં આવે છે ..



ભારતીય સંગીત
                                     

ⓘ ભારતીય સંગીત

ભારતીય સંગીત પ્રાચીનકાળથી ભારત માં ઉદ્દભવેલું અને વિકસીત થયેલું એક સંગીત છે. આ સંગીતના મૂળ સ્ત્રોત વેદોને માનવામાં આવે છે. ભારતીય પરંપરામાં એવું માનવામાં આવે છે કે બ્રહ્માએ નારદ મુનિને સંગીત વરદાનમાં આપ્યું હતું.

વૈદિકકાળમાં સામવેદના મંત્રોનો ઉચ્ચાર તે સમયના વૈદિક સપ્તક અથવા સામગાન મુજબ સાતેય સ્વરોના પ્રયોગ સાથે થતો હતો. ગુરુ-શિષ્ય પરંપરા અનુસાર શિષ્યોને ગુરુ પાસેથી વેદોનું જ્ઞાન મૌખિક રીતે જ પ્રાપ્ત થતું હતું તેમાં કોઇપણ પ્રકારનું પરિવર્તન એવેધ ગણાતું. આ રીતે પ્રાચીન સમયમાં વેદો અને સંગીતનું કોઇ લેખિત સ્વરુપ ન હોવાના કારણે તેનું મૂળસ્વરુપ લુપ્ત થઈ ગયું.

                                     

1. ભારતીય સંગીતના સાત સ્વર

ભારતીય સંગીતમાં સાત શુદ્ધ સ્વર છે.

  • પંચમ પ
  • ધૈવત ધ
  • ૠષભ રે
  • નિષાદ ની
  • મધ્યમ મ
  • ષડ્જ સા
  • ગંધાર ગ

શુદ્ધ સ્વરની ઉપર અને નીચે વિકૃત સ્વર આવે છે. સા અને પ ના કોઇ વિકૃત સ્વરો નથી હોતા. રે, ગ, ધ અને ની ના વિકૃત સ્વરો નીચે હોય છે અને તેને કોમલ કહેવામાં આવે છે. મ નો વિકૃત સ્વર ઉપર હોય છે અને તેને તીવ્ર કહેવામાં આવે છે. સમકાલીન ભારતીય સંગીતમાં મુખ્યત્વે આ સ્વરોનો ઉપયોગ થતો હતો. પુરાતનકાળથી જ ભારતીય સ્વર સપ્તક સંવાદ સિદ્ધ છે. મહર્ષિ ભરતે તેના આધાપર જ ૨૨ શ્રુતીયોનું પ્રતિપાદન કરાયું હતું જે ભારતીય સંગીતની ખાસ વિશેષતા છે.

                                     

2. ભારતીય સંગીતના પ્રકારો

ભારતીય સંગીતને સામાન્ય રીતે ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે:

  • સુગમ સંગીત
  • શાસ્ત્રીય સંગીત - તેને માર્ગ પણ કહે છે.
  • ઉપશાસાત્રીય સંગીત

ભારતીય શાસ્ત્રીય સંગીત ની બે મુખ્ય પદ્ધતિઓ છે -

હિંદુસ્તાની સંગીત - જે ઉત્તર ભારતમાં પ્રચલિત થયું કર્ણાટક સંગીત - જે દક્ષિણ ભારતમાં પ્રચલિત થયું.

હિંદુસ્તાની સંગીત મુગલ બાદશાહોની છત્રછાયા તળે વિકસીત થયું અને કર્ણાટક સંગીતનો વિકાસ મંદિરોના કારણે થયો. આ કારણે જ દક્ષિણ ભારતની કૃતિઓમાં ભક્તિરસ વધુ હોય છે જ્યારે હિંદુસ્તાની સંગિતમાં શ્રૃંગાર રસ વધુ હોય છે.

ઉપશાસ્ત્રીય સંગીત માં ઠુમરી, ટપ્પા, હોરી, કજરી વગેરે હોય છે.

સુગમ સંગીત જનસાધારણમાં પ્રચલિત છે જેમ કે -

  • લોક સંગીત
  • ભારતીય પૉપ Pop સંગીત
  • ભજન
  • ગઝલ
  • ભારતીય ફિલ્મ સંગીત
                                     

3. બાહ્ય કડીઓ

  • સંગીત સંબંધી વિવિધ લેખ સંગીત ગેલેક્સી
  • OVERVIEW OF INDIAN CLASSICAL MUSIC
  • ભારતીય સંગીતમાં સ્ત્રીઓનું યોગદાન
  • A Glossary of Indian Music Terms
  • संस्कृति और परम्परा का वैभव है भारतीय संगीत महामेडिया
  • India Radio
  • असीमित हिन्दी संगीत
  • ભરતનું નાટ્યશાસ્ત્ર અને અન્ય સંગીત ગ્રંથો
  • Us Archieve of Indian Music
  • સંગીતશાસ્ત્રનો પરિચય તનરંગ
  • भारतीय संगीत वाद्य: सितार
  • ओमनाद पर संगीत चर्चा
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →