Back

ⓘ ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિમિટેડ. ઔપચારિક રીતે ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિ.ની સ્થાપના ઈ.સ. ૧૯૬૦માં અમદાવાદ ખાતે થઇ. સંઘનો મુખ્ય ઉદેશ્ય સહક ..



                                     

ⓘ ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિમિટેડ

ઔપચારિક રીતે ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિ.ની સ્થાપના ઈ.સ. ૧૯૬૦માં અમદાવાદ ખાતે થઇ. સંઘનો મુખ્ય ઉદેશ્ય સહકારી ખાંડ મંડળીઓના વિવિધ હેતુમાટે થયો, જેમકે,વિવિધ સહકારી સુગર ફેક્ટરીઓની પ્રવૃત્તિઓને સંકલિત કરવી, ટેક્નીકલ અને વિસ્તરણ માટે આધાર માર્ગદર્શન પૂરું પાડવું અને તેના ઉત્પાદનના ઉપયોગ અને વેચાણ દ્વારા હાલના એકમોનું આધુનિકીકરણ તથા નવીનીકરણ કરવુ, સભ્ય એકમો માટે સરકારી સંસ્થાઓ અને નાણાકીય સંસ્થાઓ પાસેથી નાણા સહાય મેળવવામાં મદદ કરવી, શેરડીની સારી ગુણવત્તા માટે સંશોધન કરવા પ્રોત્સાહિત કરવા જેથી મહતમ ઉત્પાદન હાંસલ થાય, ખેડૂતોને તકનીકી અને વ્યવસાયિક તાલીમ આપવી જેથી ખેડૂતો પોતાના ક્ષેત્રમાં સુધારો કરી શકે, સહકારી ખાંડ કારખાનાઓ અને સરકારી સંસ્થાઓ વચ્ચેની મહત્વની કડી તરીકે વર્તવું, વગેરે.

                                     

1. ભારતમાં સહકારી પ્રવૃત્તિ

સહકારી પ્રવૃતિઓનો પાયો ઈંગ્લેન્ડમાં ૧૯૪૪માં નંખાયો અને ભારતમાં ઈ.સ. ૧૯૦૪માં શરાફી કાયદાથી સહકારી પ્રવૃત્તિ શરૂ થઇ. ૧૦૯ વર્ષોના ઈતિહાસમાં ભારતમાં લગભગ ૬ લાખ જેટલી સહકારી મંડળીઓ અને તેના ૨૫ કરોડ જેટલા સભાસદોના આર્થિક ઉત્થાન માટે મથામણ કરી રહેલ છે.

                                     

2. ગુજરાતની ખાંડ મંડળીઓ

સમગ્ર ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિનો વ્યાપ જુદા જુદા ક્ષેત્રોમાં વધ્યો છે. ગુજરાતમાં ૬૫ હજાર કરતા પણ વધુ સહકારી મંડળીઓ છે, જેની સાથે ૧ કરોડ ૩૦ લાખ કરતા વધુ સભાસદો જોડયેલ છે. ભારત દેશના કુલ ખાંડ ઉત્પાદનમાં સહકારી ખાંડ ફેકટરીઓનો હિસ્સો ૫૯.૮ % રહેલો છે. માત્ર ગુજરાત જ એવું રાજ્ય છે જેમાં ખાંડ ઉદ્યોગ એક માત્ર સહકારી ક્ષેત્રે સ્થપાયો છે અને વિકસ્યો છે. ગુજરાત રાજ્યની ૨૫ ખાંડ મંડળીઓ ગુજરાત રાજ્ય સહકારી મંડળી ખાંડ ઉદ્યોગ સંઘનું સભ્યપદ ધરાવે છે. જે પૈકી ૧૭ ખાંડ મંડળીઓ કાર્યાન્વિત છે, જેમાં ૧૫ મંડળીઓ દક્ષિણ ઝોનમાં છે. તથા ૬ નવી ખાંડ મંડળીઓ છે, જે પ્રાથમિક તબક્કામાં છે. કાર્યરત ૧૭ ખાંડ મંડળીઓની દૈનિક પિલાણ ક્ષમતા ૬૫૦૦૦ મેં. ટન શેરડીની છે. છેલ્લા પાંચ વર્ષ દરિમયાન થયેલ ઉત્પાદનના આંકડા નીચે કોષ્ઠકમાં છે.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →