Back

ⓘ મગ એ એક પ્રકારનું કઠોળ છે. મગનું મૂળ વતન ભારતીય ઉપખંડમાં છે. આ ઉપરાંત જાપાન, શ્રીલંકા, બર્મા, પાકિસ્તાન, ઈરાન, ઈરાક, ઈન્ડોનેશિયા, વિએટનામ અને દક્ષિણ એશિયાના બીજ ..મગ
                                     

ⓘ મગ

મગ એ એક પ્રકારનું કઠોળ છે. મગનું મૂળ વતન ભારતીય ઉપખંડમાં છે. આ ઉપરાંત જાપાન, શ્રીલંકા, બર્મા, પાકિસ્તાન, ઈરાન, ઈરાક, ઈન્ડોનેશિયા, વિએટનામ અને દક્ષિણ એશિયાના બીજા ભાગો અને યુરોપના સૂકા ક્ષેત્રો તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ માં ઉગાડવામાં આવે છે. આનો ઉપયોગ તીખી અને મીઠી એવી બંને પ્રકારની વાનગીઓ બનાવવા માટે થાય છે. મગ સામાન્ય રીતે ભારતીય અને ચાઇનીઝ ભોજનમાં વપરાય છે.

મગને ગ્રીન ગ્રામ કે ગોલ્ડન ગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ઝીણા અને રંગમાં લીલા હોય છે.

મગ ભારતમાં બધે ઠેકાણે થાય છે. સામાન્ય રીતે મગ દરેક જાતની જમીનમાં થાય છે, છતાં તેને હલકી, ગોરાડુ કે મધ્યમ, કાળી અને સારા નિતારવાળી જમીન વધુ માફક આવે છે. મગ કાળા, લીલા, પીળા, ધોળા અને રાતા એમ ઘણી જાતના થાય છે. મગની દાળમાં ચોખા ભેળવી ખીચડી બનાવાય છે. જે ગુજરાતમાં રાત્રીના ભોજનમાં મોટા ભાગના ઘરોમાં નિયમિત ખવાય છે. માંદગીમાં કે ઉપવાસ પછી, અગ્નિ સાવ મંદ પડી ગયો હોય ત્યારે, મગનું ઓસામણ, મગનું પાણી, મગની દાળ કે ઢીલી ખીચડી ખાવી જોઈએ. મગ પચવામાં ખુબ હલકા તેમજ પૌષ્ટિક છે.

                                     

1. મગનાં વાવેતરનો ઈતિહાસ

મગની ખેતી સર્વ પ્રથમ મેંગોલિયામાં કરવામાં આવી છે. ત્યાં આ મગ જંગલમાં ઊગે છે. ભારતમાં પણ પુરાતાત્વીક સ્થળોએ મગના કાર્બોદિત દાણાઓ મળ્યા છે. આ ક્ષેત્રો છે: હડ્ડપન સંસ્કૃતિ ક્ષેત્રનો પૂર્વ ભાગ જે પંજાબ અને હરિયાણામાં આવેલ છે. આ ક્ષેત્રમાં મળેલા દાણા ૪૫૦૦ વર્ષ જુના હોવાનું જણાયું છે. દક્ષીણ ભારતના કર્ણાટક રાજ્યમાં ૪૦૦૦ વર્ષ જુના મગના દાણાં મલ્યાં છે. આને કારણે અમુક વિદ્વાનો મગની ખેતી બે ઈતિહાસ માને છે. દક્ષિણ ભારતમાં ૩૫૦૦થી ૩૦૦૦ વર્ષ જુના મોટા કદના મગના દાણા મળ્યા છે. ૩૫૦૦ વર્ષ પહેલાં સમગ્ર ભારતમાં મગની ખેતી મોટા પાયે થતી હતી. ખેતી કરાયેલ મગ અહીંથી ચીન અને દક્ષિણ એશિયાન અન્ય ભાગોમાં ફેલાયા. થાઈલેંડમાં ખાઓ સામ કાઇઓ નામના સ્થળે મળેલ ખોદકામમાં ૨૨૦૦ વર્ષ જુના મળી આવ્યા છે. પેમ્બા ટાપુ પરની શોધમાં જણાયું છે કે ૯મી અને ૧૦મી સદીના સ્વાહીલી વેપાર કાળમાં મગનું વાવેતર આફ્રિકામાં થયું.

                                     

2. આખા દાણા અને વાટેલી દાળ

મગના કઠોળને બાફીને તે નરમ થયા પછી વપરાશમાં લેવાય છે. લીલાં ફોતરાં ઉતારી દેતા મગની દાળ હલકા પીળા રંગની દેખાય છે. મગની પેસ્ટ તેને પલાળી બાફીને પલ્વરાઈઝ કરીને બનાવી શકાય છે.

                                     

3. મગની પારંપારિક ભારતીય વાનગીઓ

શાક

ભારતીય ખોરાકમાં આખા મગને બાફીને તેનો શાક તરીકે ઉપયોગ કરાય છે. તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં મગને બાફીને ખમણેલું નારિયેળ ઉમેરીને વઘારવામાં આવે છે આ વાનગીને "સુંડલ" કહેવાય છે.

દાળ

છોતરા વગરની મગની દાળને બાફીને તેમાંથી દાળ બને છે. કેરળમાં તેને પરિપ્પુ કહે છે.

કાંજી કે ઓસામણ કે સૂપ

કેરળમાં મગની દાળમાંથી કાંજી બનાવીને તેને ભાત સાથે પીરસાય છે. ફોતરાવગરની દાળમાંથી મીઠા સૂપ પણ બનાવાય છે.

પાયસમ

આને નારિયેલના દૂધ સાથે મગની દાળ મિશ્ર કરી એક મીઠી તરલ વાનગી પાયસમ બનાવવામાં આવે છે

                                     

3.1. મગની પારંપારિક ભારતીય વાનગીઓ શાક

ભારતીય ખોરાકમાં આખા મગને બાફીને તેનો શાક તરીકે ઉપયોગ કરાય છે. તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં મગને બાફીને ખમણેલું નારિયેળ ઉમેરીને વઘારવામાં આવે છે આ વાનગીને "સુંડલ" કહેવાય છે.

                                     

3.2. મગની પારંપારિક ભારતીય વાનગીઓ દાળ

છોતરા વગરની મગની દાળને બાફીને તેમાંથી દાળ બને છે. કેરળમાં તેને પરિપ્પુ કહે છે.

                                     

3.3. મગની પારંપારિક ભારતીય વાનગીઓ વડા

ગુજરાતમાં મગની ફોતરાંવાળી દાળ અને ફોતરાં ઉતારેલી દાળ ભેગી કરીને, પલાળીને વાટી લેવામાં આવે છે. તેને થોડો સમય આથો આવવા માટે રાખવામાં આવે છે. આ ખીરામાં લીલા મરચાં, આદું, કોથમીર, વગેરે નાખીને તેના વડા ગરમ તેલમાં તળવામાં આવે છે. આ વડાને દાળવડા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં દાળવડા એ બપોરના નાસ્તા તરીકે એક અલાયદું સ્થાન ધરાવે છે.

                                     

3.4. મગની પારંપારિક ભારતીય વાનગીઓ પૂડલા

ભારતના અમુક ક્ષેત્રોમાં મગની દાળના પૂડલા બનાવીને ખવાય છે, ખાસ કરીને ઉત્તર ભારત તરફ, મુંગ દાલકા ચિલ્લા નામે આ વાનગી ઘણી ખવાય છે. આંધ્ર પ્રદેશમાં તેને પેસરત્તુ કહે છે. મગની દાળને ૧૨ કલાક પલાળી, વાટી, તેમાં આદુ મરચાં ઉમેરીને આ વાનગી બને છે. આ વાનગી સવારના નાસ્તામાં ખવાય છે.

                                     

3.5. મગની પારંપારિક ભારતીય વાનગીઓ પોંગલ

ફોતરા વગરની દાળમાંથી તામિળનાડુમાં પોંગલ નામની વાનગી બને છે. જે ગુજરાતી લોકોની ખીચડીને મળતી આવે છે. આ વાનગી મીઠાવાળી તેમજ ગળી એમ બંને પ્રકારની બને છે. મીઠી વાનગીને ચક્રી શકરી- પારંપારિક તમિલમાં શ હોતો નથી પોંગલ કહે છે.

                                     

3.6. મગની પારંપારિક ભારતીય વાનગીઓ પાયસમ

આને નારિયેલના દૂધ સાથે મગની દાળ મિશ્ર કરી એક મીઠી તરલ વાનગી પાયસમ બનાવવામાં આવે છે

                                     

4. અન્ય દેશોમાં

  • ચીનમાં ડ્રેગન હોડી ઉત્સવ દરમ્યાન બાફેલી મગની દાળ અને ચોખામાંથી બનતી વાનએએ ખવાય છે.
  • ફેલીપાઈન્સમાં આખા મગને ઝિંગા કે માઘલી સાથે ભેળવી એક મીઠી સૂપ જેવી વાઙી બનાવાય છે જેને જીનીસેંગ મોન્ગો કહે છે. આને પ્રાયઃ શુક્રવારે સાંજે ખવાય છે. કેમકે મોટાભાગના ફીલિપીન લોકો રોમન કેથોલિક છે અને શુક્રવારે અમંસ ખાતા નથી. જો કે આ મિઠીઈ ચિકન કે ડુક્કરના માંસ વાપરીને પણ બનાવાય છે
  • ઈંડોનેશિયામાં એસ કસાન્ગ હીજાઉ નામે એક વાનગી બને છે. જે ખીર જેવી હોય છે. આ વાનગીમાં મગના દાણાને સાકર, નારિયેળના દૂધ અને થોડાંક આદુ સાથે રાંધવામાં આવે છે.
  • પૂર્વ ચીન અને તાઈવાનમાં મુનકેક નામની વાનગીમાં ભરણ તરીકે મગ વપરાય છે
  • ઈંડોનેશિયા અને ફિલિપાઈન્સમાં ખવાતી હોપીઆ કે બાક્પીઆ નામની મીઠાઈમાં મગનું પુરાણ ભરાય છે.
  • હોંગકોંગમાં મગની દાળમાંથી આઈસક્રીમ અને આઈસ પોપ બનાવવામાં આવે છે.
  • ચીનમાં મગમાંથી એક પ્રવાહી મીઠાઈ બનવાય છે તાંગશુઈ અર્થ સાકરવાળું પાણી. આ વાનગી ઠડી કે ગરમ પીરસાય છે.
                                     

5. ફણગાવેલા મગ

ફણગાવેલા મગ મેળવવા માટે તેને દિવસના પ્રકાશમાં ચાર કલાક ભીંજાવવામાં આવે છે અને ત્યાર બાદ અંધારામાં લટકાવવામાં આવે છે. તેને કૃત્રીમ પ્રકાશમાં પણ ઉગાડવામાં અવે છે. ચીનમાં ફણવાવેલા મગના મૂળને લસણ, આદુ, લીલાં કાંદા અને મીઠામાં ભેળવેલી માછલી આદી ઉમેરીને શાક તરીકે ભોજનમાં ખવાય છે. વિએટનામમાં ફણગાને સ્પ્રીંગ રોલના ભરણ તરીક વપરાય છે અને ફો નામને વાનગી શણગારવા પણ તે વપરાય છે. મલેશિયાની અને પેરનકન રસોઈમાં તે ઘણી વાઙીઓમાં વપરાય છે જેમ કે ચાર ક્વાય ટ્યુ, હોકીન મી, મી રેબસ, પાસેમ્બોર. કોરિયામાં અધકચરાં રાંધેલા કે સાંતળેલા ફણગા ભોજનમાં સાઈડ ડીશ તરીકે ખવાય છે. આ વાનગીમાં મૂળીયા ને બ્લાન્ચ કરી એ મિનિટ થી પન ઓછો સમય ગરમ પાણીમાં રાખે તરત ઠંડા પાણી વડે ઠંડા પાડવા રાઈનું તેલ, લસણ, મીઠું અને અન્ય મસાલા ભેળવી બનાવાય છે. ફીલીપાઈન્સમાં આના ફણગામાંથી લુમ્પીઆ રોલ્સ બનાવાય છે તેને લુમ્પિઆઙ ટોગ કહે છે.

                                     

6. કાંજી

મગની વાટીને તેમાંથી કાંજી કાઢવામાં આવે છે. મગની આવી કાંજી નો ઉપયોગ કરીને સેલોફેન નુડલ બનાવવામાં આવે છે. આ નુડલને ગરમ પાણીમાં નાખતા તે નરમ અને લપસણી બને છે. આના વિકલ્પ તરીકે નુડલ્સને બદલે પટ્ટીઓ અને શીટ પણ મળે છે. કોરિયામાં મગની કાંજીમાંથી તૈયાર કરેલી જેલી બને છે. ઉત્તરચીનમાં પણ તેવી જેલી ખાસ ઉનાળામાં ખવાય છે.

                                     

7. સંસ્કૃતિમાં

ગુજરાતીમાં મગ વિશે આ જોડકણું પ્રસિધ છે - મગ કહે હું ઝીણો દાણો, મારે માથે ચાંદુ, બે ચાર મહિના મને ખાય તો માણસ ઉઠાડું માંદુ.

મગને લાગતી કહેવત - "મગ જે પાણીએ ચડતા હોય તે પાણીએ જ ચડાવાય" અને રૂઢીપ્રયોગ- "મગનું નામ મરી ન પાડવું", "મગ ચલાવે પગ" પણ પ્રસિદ્ધ છે.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →