Back

ⓘ ગુલાબ જાંબુ એ ભારતીય ઉપમહાદ્વીપના દેશો જેવાકે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોની એક લોકપ્રિય મીઠાઈ છે. આને મેંદો, માવો માંથી બનાવવામાં ..



ગુલાબ જાંબુ
                                     

ⓘ ગુલાબ જાંબુ

ગુલાબ જાંબુ એ ભારતીય ઉપમહાદ્વીપના દેશો જેવાકે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોની એક લોકપ્રિય મીઠાઈ છે. આને મેંદો, માવો માંથી બનાવવામાં આવે છે. આને ઘી માં તળીને ચાસણીમાં બોળીને બનાવવામાં આવે છે. આમાં એલચી, ગુલાબજળ, કેવડા કે કેસર જેવા દ્રવ્યો ભેળવવામાં આવે છે. આજ કાલ ગુલાબજાંબુ બનાવવાનો લોટ તૈયાર મળે છે, જેને વાપરીને સરળતાથી ગુલાબજાંબુ બનાવવામાં આવે છે.

ગુલાબ જાંબુ નામ પર્શિયન શબ્દ ગુલાબ, "ગુલાબ જળ" પરથી ઉતરી આવ્યું છે કેમકે ચાસણીને ગુલાબ જળથી સુગંધીત કરાતી. અને તે જાંબુ જેવા દેખાતા હોવાથી તેને જાંબુ કહે છે આમ તે બંને શબ્દ મળી ગુલાબ જાંબુ શબ્દ બને છે.

                                     

1. ઇતિહાસ

ગુલાબ જાંબુએ અરેબિક મીઠાઈ લુકમત અલ-કાદી ન્યાયાધીશનું બટકું પરથી ઉતરી આવી છે. તે મોગલ શાસન દરમ્યાન તે ભારત આવી હોવાનું મનાય છે. પ્રાય: આમાં ગુલાબ જળની ચાસણી બને છે પણ કેસર અને મધની ચાસણી બને છે. ઓટોમન સામ્રાજ્ય દરમ્યાન તુર્કી દેશોમાં પણ ગુલાબ જાંબુ પ્રસિદ્ધ બન્યું.

                                     

2. વિવિધરૂપો

ગુલબ જાંબુમાં રહેલા માવાને કારણે તેનો રંગ ઘેરો બદામી બને છે. અન્ય પ્રકારના ગુલાબ જાંબુમાં સાકર તેની બનાવટમાં જ ઉમેરવામાં આવે છે. જેમાં સાકર બળતા તેને લગભગ કાળો રંગ મળે છે. આવી મીઠાઈને કાલા જામુન કહે છે. કેનેડિયન સ્વાદ લાવવા માટે આમાં ચાસણીને બદલે મેપલ ચાસણી વાપરી શકાય છે.

                                     

3. કેમલ પાશા મીઠાઈ

કેમલ પાશા મીઠાઈ તુર્કી: Kemalpaşa tatlısı એ ગુલાબ જાંબુને મળતી એક મીઠાઈ છે. આનું ઉદગમ તુર્કસ્તાનનું કેમલપશા જિલ્લાનું બુર્સા ક્ષેત્ર છે. પારંપારિક રીતે તેને આ ક્ષેત્રમાં બનતી ચીઝમાંથી બનાવાય છે.

આને લોટ, મીઠ વગરના ચીઝ, રવો, ઈંડા, પાણી અને બેકિંગ પાઊડર વાપરીને બનવવામાં આવે છે. આના નાના નાના ગોળા બનાવીને તળી અને ચાસણીમાં ડૂબાડવામાં આવે છે. આને તાજા કે સૂકવીને ખવાય છે. આને તળીને ૨૪-૫૦ના ખોખામાં વેચાય છે. આને શિયાળામાં મલાઈ અને ઉનાળામાં આઈસક્રીમ સાથે પીરસાય છે.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →