Back

ⓘ કરમદાં. ઢાંચો:Taxobox કરમદાં કરમદાં એ એક ગીચ ઝાડી આકારમાં ફેલાતી વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ કૈરિસા કૈરેંડસ Carissa carandus છે. કરમદાંના ફળોનો ઉપયોગ શાક તથ ..કરમદાં
                                     

ⓘ કરમદાં

ઢાંચો:Taxobox કરમદાં

કરમદાં એ એક ગીચ ઝાડી આકારમાં ફેલાતી વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ કૈરિસા કૈરેંડસ Carissa carandus છે. કરમદાંના ફળોનો ઉપયોગ શાક તથા અથાણું બનાવવા માટે કરવામાં આવે છે. આ વનસ્પતિ ભારત દેશમાં રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હિમાલયના વિસ્તારક્ષેત્રમાં જોવા મળે છે. આ ઉપરાંત કરમદાં નેપાળ તથા અફઘાનિસ્તાનમાં પણ જોવા મળે છે.

આ છોડ બીજ માંથી ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહીનામાં ૧.૫ મીટર જેટલા અંતર પર રોપવામાં આવે છે. કટિંગ અથવા બડિંગ પદ્ધતિ દ્વારા પણ આ રોપા તૈયાર કરી શકાય છે. બે વર્ષના છોડમાં ફળ આવવા લાગે છે. ફૂલ બેસવાનું માર્ચ મહીનામાં શરૂ થાય છે અને જુલાઇથી સપ્ટેમ્બર મહીના વચ્ચે ફળ પાકી જાય છે.

                                     

1. કરમદાંના છોડની વિશેષતાઓ

કરમદાંના છોડ પહાડી પ્રદેશોમાં મોટે ભાગે જોવા મળે છે. આ છોડ પર કાંટા પણ હોય છે. કરમદાંનો છોડ એક ઝાડ જેવો હોય છે. તેની ઊંચાઈ ૬ થી ૭ ફુટ જેટલી હોય છે. પાંદડાંની પાસે કાંટા હોય છે, જે અત્યંત મજબૂત હોય છે. તેનાં ફૂલોની સુગંધ જૂહીના ફૂલની સુગંધ જેવી હોય છે. તેનાં ફળ સહેજ લંબગોળ, નાનાં અને લીલાં રંગનાં હોય છે. પાકેલાં ફળ કાળા રંગનાં હોય છે.

કરમદાંનાં કાચાં ફળ લીલાં, સફેદ અથવા લાલિમા સહિત અંડાકાર તથા બીજાં રીંગણીયા કે લાલ રંગનાં હોય છે. દેખાવમાં સુંદર તથા કાચાં ફળને કાપવાથી દૂધ નિકળે છે. પાકેલાં ફળનો રંગ કાળો થઇ જાય છે. ફળની અંદર ૪ ચાર બીજ નિકળે છે.

                                     

2. વિભિન્ન ભાષાઓમાં કરમદાંનાં નામ

હિન્દી: કરોંદા, કરોંદી

અંગ્રેજી: જસ્મીડ ફ્લાવર્ડ

સંસ્કૃત: કરમર્દ, સુખેણ, કૃષ્ણાપાક ફલ

બંગાળી: કરકચા

મરાઠી: મરવન્દી

ગુજરાતી: કરમદાં

તેલૂગુ: બાકા

લેટિન: કૈરીસા કરંદસ

                                     

3. કરમદાંના ફળના ગુણો

રંગ - કરમદાંનો રંગ સફેદ, સ્યાહી જેવો જાંબલી, ચમકદાર અને લીલો હોય છે.

સ્વાદ - કરમદાંનાં પાકાં ફળ સ્વાદમાં મીઠાં અને કાચાં ફળ ખાટાં હોય છે.

સ્વભાવ - કરમદાંનાં ફળ ખાવામાં ગરમ હોય છે.

હાનિકારક - કરમદાં રક્ત પિત્ત અને કફને ઉભારે છે.

દોષો દૂર કરનાર - કરમદાંમાં વ્યાપ્ત દોષોને નમક, મરચાં અને મીઠા પદાર્થ ઉમેરીને દૂર કરી શકાય છે.

                                     

4. ઉપયોગ

કાચાં કરમદાંનું અથાણું અત્યંત સ્વાદિષ્ટ હોય છે. તેનું સુકું લાકડું સળગાવવામાં કામ આવે છે. એક વિલાયતી કરમદાં પણ હોય છે, જે ભારતીય બગીચાઓમાં જોવા મળે છે. આ જાતના કરમદાંના ફળ કદમાં થોડાં મોટાં અને આકારમાં વધુ લંબગોળ હોય છે અને દેખાવમાં પણ સુંદર લાગે છે જુઓ તસવીર. આ જાતનાં ફળ પર આછી રુંવાંટી જેવું હોય છે. આ ફળને અથાણું અને ચટણી બનાવવામાં ખાસ કરીને વાપરવામાં આવે છે. કરમદાં ભૂખ વધારે છે અને પિત્તને શાંત કરે છે. તરસ પ્યાસને રોકે છે, ઝાડા થતા હોય તેને બંધ કરે છે. ખાસ કરીને પિત્તના દસ્ત માટે તો અત્યંત લાભદાયક ચીજ છે. કાચાં કરમદાં ભૂખને વધારે છે, પચવામાં ભારે હોય છે, મળને રોકે છે અને ખોરાક માટે રૂચી ઉત્પન્ન કરે છે અને પાકેલાં ફળ પચવામાં હલ્કાં, રીગલ, પિત્ત, રક્ત, પિત્ત ત્રિદોષ, વિષ તથા વાત વિનાશક હોય છે.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →