Back

ⓘ મણિપુરી નૃત્ય એ ભારતીય શાસ્ત્રીય નૃત્યમાંનું એક મુખ્ય નૃત્ય છે. આ નૃત્યનો ઉદ્ગમ ઈશાન ભારતના રાજ્ય મણિપુરમાં થયો હતો જે બર્મા ને અડે છે. ચારે તરફ પહાડીઓથી ઘેરાયે ..મણિપુરી નૃત્ય
                                     

ⓘ મણિપુરી નૃત્ય

મણિપુરી નૃત્ય એ ભારતીય શાસ્ત્રીય નૃત્યમાંનું એક મુખ્ય નૃત્ય છે. આ નૃત્યનો ઉદ્ગમ ઈશાન ભારતના રાજ્ય મણિપુરમાં થયો હતો જે બર્મા ને અડે છે. ચારે તરફ પહાડીઓથી ઘેરાયેલ મણિપુર રાજ્ય ભારત મુખ્ય ભૂમિ અને પૂર્વી ભારતના સંગમ સ્થળ પર આવેલ છે અને આ ક્ષેતએ પોતાની એક આગવી સઁસ્કૃતિ વિકસાવી છે. મણિપુરી નૃત્ય એ આ સંસ્કૃતિનો એક આગવો ભાગ છે. આ નૃત્ય રાધા અને કૃષ્ણની રાસલીલા ની આસપાસ ગૂંથાયેલા હોય છે. આ નૃત્ય મંજિરા કે કરતાલ અને પંગ કે મણિપુરી મૃદંગ શાંકિર્તન ના સંગીત સાથે કરવામાં આવે છે.

મણિપુરી નર્તકો અન્ય નૃત્ય શૈલિની જે તાલ વાદ્ય સાથે તાલ મેળવતા પગે ઘુંધરુ નથી બાંધતા. મણિપુરી નૃત્યમાં અન્ય નૃત્યોની જેમ નર્તકના પગ ક્યારે પણ જમીન પર ઠોકવામાં નથી આવતાં. શરીરનું હલન ચલન અને હાવભાવ એકદમ મૃદુ અને લાલિત્ય પૂર્ણ હોય છે.

                                     

1.1. ઇતિહાસ પ્રાચીન કાળ

એક તામ્ર પત્ર આ નૃત્યમાં ઢોલ અને મંજીરાને લઈ આવવાનો શ્રેય રાજા ખ્યુયી તોમ્પોક c. 2nd સદી CEને આપે છે. પણ આજના મણિપુરી નૃત્યનું સ્વરૂપ તેને ૧૫મી સદે પહેલામ્ મળેલુ હશે તે શક્ય નથી કેમકે ૧૫મી સદીની આસપાસ કૃષ્ણ ભક્તિ પ્રચલિત બની. અને આજનું નૃત્ય સ્વરૂપ મોટે ભાગે કૃષ્ણ ભક્તિ પર આધારિત છે. મહારાજા ચીંગ-થાંગ ખોન્બા ભાગ્યચંદ્રr. 1759 – 1798 CE એ આ નૃત્યને લીપી બદ્ધ કરી, અને રાસલીલાના પાંચમાંથી ત્રણની રચના કરી, મહા રાસ, વસંત રાસ અને કુંજ રાસ, જેને ઈમ્ફાલના શ્રી શ્રી ગોવિમ્દજી મંદિરમાં તેમના શાશન કાળમાં પ્રદર્શિત કરાતા આ સિવાય તેમણે અચૌબા બાંગી પારેંગ ની પણ રચના કરી. તેમણે કુમીલ તરીકે ઓળખાતા એક વિસ્તૃત પહેરવેશની પણ રચના કરી. ગોવિંદ સંગીત લીલા વિલાસ,એ એક મહત્વ પૂર્ણ શાસ્ત્ર છ્હે છે જે આ નૃત્યની મૂળભૂત વાતો વર્ણવે છે તેનો શ્રેય પણ તેને જ જાય છે.

મહારાજા ગંભીર સિંહે તાંડવ પ્રકારના બે પરેંગની રચના કરી, "ગોષ્ટા ભાંગી પેરાંગ" અને ગોષ્ટા વૃંદાવન પારેંગ". મહારાજા ચંદ્ર કીર્તી સિંહr. 1849 – 1886 CE, જેઓ એક પ્રાકૃતિક મૃદંગ વાદક હતાં, તેમણે ૬૪ પંગ ચોલમની રચના કરી અને બે "લસ્ય પ્રકારની પારેંગ, વૃંદાવન ભાંગી પારેંગ અને ખૃંબા ભાંગી પારેંગ. નિત્ય રાસ ની રચનાનું શ્રેય પણ તેમને જ જાય છે.

                                     

1.2. ઇતિહાસ અર્વાચીન કાળમાં

રવિંન્દ્રનાથ ટાગોરના પ્રયત્નોથી આ નૃત્ય બહારની દુનિયામાં વધુ પ્રચલિત બન્યો.૧૯૧૯માં સિલહટ આત્યારના બાંગ્લાદેશમાંમાં આ નૃત્યનો ગોષ્ઠ લીલા પ્રકાર જોઈને તેઓ એટલા પ્રભાવિત થયા કે તેમણે ગુરુ બુદ્ધિમંત્ર સિંહને શાંતિનીકેતનમાં બોલાવ્યાં.૧૯૨૬માં ગુરુ નભ કુમાર રાસ લીલા શીખવવા અહીં જોડાયા. અન્ય જાણીતા ગુરુઓ છ્હે છે સેનારિક સિંહ રાજકુમાર, નિલેશ્વર મુખર્જી અને અતોમ્બા સિંહઓને પણ આ નૃત્ય શીખવવા ત્યાં બોલાવેલા હતા. તેમણે ટાગોરને ઘણાં નૃત્ય બેસાડવામાં સહાયતા કરી હતી.

ગુરુ નભ કુમાર ૧૯૨૮માં અમદાવાદ ગયાં ત્યાં તેમણે મણિપુરી નૃત્ય શીખવાડ્યું. ગુરુ બિપીન સિંહે આને મુંબઈમાં પ્રચલિત બનાવ્યો. તેમના પ્રસિદ્ધિ પામેલા વિદ્યાર્થીઓમાં હતાં ઝવેરી બહેનો, નયના, સુવર્ણા, દર્શના ઝવેરી અને રંજના.

                                     

2. નૃત્ય

નાજુક, શબ્દશ: અને લાવણ્ય સભર ચાલ એ પારંપારિક મણિપુરી નૃત્યના લક્ષણો છે. આ નૃત્યમાં વર્તુળાકાર ચાલ રાખી તેમાં કોઈ પણ પ્રકારની આંચકા, ઝટકા જેવી ચાલ, કે અણીયાળી કે સીધી રેખાની ચાલને દૂર રખાય છે. આને પરિણામે મણિપુરી નૃત્ય એક વધુ પડતીએ ઉઠક બેઠક વિનાનો સરળ સપાટ અને નિર્મળ નૃત્ય લાગે છે. પગની હલન ચલનને સંપૂર્ણ્ શરીરના હલન ચલન સાથે ક જોવમાં આવે છે. પગના હલન ચલન કરતી વખતે નર્તક પોતના પગનો આગળનો ભાગ પહેલા જમીન પર મૂકે છ્હે અને એડીનો ભાગ પછી.ઘૂંટણ અને પગના સાંધાનો ઉપય્ગ અસ્રકારતક રીતે આંચકાના શોષણ માટે કરાય છે. નર્તકના પગ તાલના ટપ્પા પર નહિ પણ તેનાથી અમુક પળ પહેલા જ ઉંચકવા માં કે મૂકવામાં આવે છે આમ તે તાલને અસરકારક રીતે દર્શાવે છે.

મણિપુરી નૃત્ય સાથે સંગીત માટે એક તાલવાદ્ય પંગ, એક ગાયક, નાનકડી મંજીરા એક તારવાદ્ય પેના અને એક વાયુવાદ્ય વાંસળી હોય છે. તાલ વાદ્ય હંમેશા પુરષ કલાકાર વગાડે છે. પંગ કલાકારને પ્રથમ પંગ વગાડતા શીખવાડીને તેમને નૃત્ય ની તાલિમ અપાય છે. આવા નૃત્ય જેમાં નર્તક પંગ વહગાડે છે તેને પંગ ચોલમ કહે છે. મણિપુરી નૃત્યમાં ગવાતા ગીત મોટે ભાગે જયદેવ, વિદ્યાપતિ, ચંડીદાસ, ગોવિંદદાસ કે જ્ઞાનદાસ દ્વારા રચિત પ્રાચીન કવિતાઓ હોય છે જે સંસ્કૃત, મૈથિલી, વ્રજ કે અન્ય ભાષામાં હોઈ શકે છે.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →