Back

ⓘ પરોઠા એ એક ભારતીય ચપટી રોટી છે જેનો ઉદ્ગમ ભારત ઉપમહાદ્વીપમાં થયો. પરાઠા એ બે શબ્દોનો જોડ છે પરત અને આટા જેનો શબ્દીક અર્થ થાય છે પકવેલા લોટના સ્તર કે પડ. આ ભારતન ..



પરોઠા
                                     

ⓘ પરોઠા

પરોઠા એ એક ભારતીય ચપટી રોટી છે જેનો ઉદ્ગમ ભારત ઉપમહાદ્વીપમાં થયો. પરાઠા એ બે શબ્દોનો જોડ છે પરત અને આટા જેનો શબ્દીક અર્થ થાય છે પકવેલા લોટના સ્તર કે પડ.

આ ભારતની આથા વિનાની એક સૌથી લોકપ્રિય અને પ્રખ્યાત ચપટી રોટી છે આને તવા પર શેકીને આખા લોટમાંથી હોલ વીટ ફ્લોર બનાવવામાં આવે છે. પરાઠાના કણકમાં ઘી કે તેલ ઉમેરવામાં આવે છે અને તેને વણતી વખતે તેની સપાટી પર પણ ઘી ચોપડાય છે. પરાઠામાં મોટે ભાગે સાંજો ભરવામાં આવે છે જેમકે બાફેલા બટેટા, મૂળાં કે ફ્લાવર અને/અથવા પનીર. ભરેલા પરોઠાને માત્ર તેના પર માખણનો ગઠ્ઠો મૂકીને કે ચટણી સાથે ખાઈ શકાય છે પણ તે ખાવાઅની અસલી મજા તો અથાણા અને દહીં સાથે ખાવાને આવે છે.આ સિવાય તેને જાડી કરી સાથે બનાવેલ પંજાબી શાક સાથે પણ ખવાય છે. અમુક લોકો પરાઠાને ભૂંગળીની જેમ વાળી ચા સાથે ખાવાનું પસંદ કરે છે.

પરોઠા ગોળ, ચોરસ કે ત્રિકોણાકાર હોઈ શકે. અમુક વખતે શાક ભાજીને કણ બાંધતા તેમાં જ ઉમેરી દેવામાં આવે છે અને તેવે શાક મિશ્રિત કણકના પર પરોઠા બનાવવામાં આવે છે. જ્યારે અમુક વખતે માત્ર લોટની કણકને વણી તમાં વચમાં સાંજો ભરવામાં આવે છે બાજુઆ લોટને મદદ વડે સાંજાને બંધ કરી વણી નાખમાં આવે છે. પહેલા પ્"રકારના પરોઠા એક જાડી રોટલી સમાન હોય છે જ્યારે બીજાં પ્રકરના પરોઠામાં સ્તરો હોય છે.

                                     

1. ઇતિહાસ અને ખ્યાતિ

પરોઠાની ઉત્પતિ પંજાબ ક્ષેત્રમાં થઈ પણ જલ્દી તે સમગ્ર ભારત પાકિસ્તાન અને દક્ષિણ ભારતમાં પ્રિય થઈ ગયાં. દક્ષિણ ભારતના રાજ્યોની પરોઠાની પણ એક અનુઠી રીત હોય છે અને તેમાં કેરાલા પરોટ્ટા સૌથી પ્રચલિત છે.

ભારતથેએ વિસ્થાપીત લોકો તેને મલેશિયા અને મોરિશિયસ લઈ ગયાં, જ્યાં તેને ફરાટા નામે ઓળખાય છે. આ સિવાય રોટી કનાઈ અને રોટી પરાઠા આતારીકે પણ તે પ્રચલિત બન્યાં. મ્યાનમાર બર્મા, બ્રહ્મદેશમાં આ પલાટા તરીકે ઓળખાય છે, આને ત્યાં વિવિધ કરી જાડા રસાવાળા શાકસાથે કે ઈંડા કે મટન કે સાકર સાથે મિષ્ટાન તરીકે ખવાય છે. હ્તાટ તા યા, અર્થાત્ સો પડ વાળો, તરીકે ઓળખાતો પરોઠો સાકર કે બાફેલાં વટાણા પે બ્યુક સાથે ખવાય. ટ્રીનીડાડ અને ટોબેગો માં બનતા પરોઠા એશિયામાં બનતા પરાઠા ને જુદા તરી આવે છે તે પાતળાં અને મોટા હોય છે. ત્યાં આને "બોસ્સ અપ શોટ", "બસ અપ શોટ", અથવા "બસ અપ શટ" કહે છે, કેમકે આની બનાવટમાં - સામાન્ય રીતે તૈયાર કરેલી ગરમ રોટીને પછાડીને નાના ટુકડા કરાય છે.

                                     

2. વિવિધરૂપો

  • સાકર પરોઠા કેરેમેલાઈઝ્ડ સાકર ભરેલા પરોઠા, મિષ્ટાન
  • પાલખ પરોઠા
  • સાદા પરોઠા પડવાળી ઘી માં શેકેલી રોટલી
  • પુત્થાય તવેકા પરોઠા
  • મેથી પરોઠા
  • આલુ બટેટા પરોઠા મસાલેદાર કાંદાઅ બટેટાનો સાંજો ભરેલ
  • પનીર પરોઠા
  • ફૂદીના પરોઠા સૂકવેલ ફૂદીના ના પાન ભભરાવી શેકેલા
  • ચેના પરોઠા
  • મરચી પરોઠા
  • અજમા પરોઠા
  • દૂધી પરોઠા
  • સત્તુ પરોઠા મસાલેદાર સત્તુ ભરેલ પરોઠા - શેકેલ દાળીયા ભરેલ, બિહારમાં પ્રચલિત
  • ખીમા પરોઠા
  • ગાજર પરોઠા
  • બથુઆ પરોઠા
  • શ્રીંમ્પ પરોઠા
  • ચિકન પરોઠા
  • કેરળ પરોઠા પરોટ્ટ્આઅની એક પ્રખ્યાત પ્રકાર
  • ઈંડા પરોઠા
  • મટન પરોઠા
  • પોર્ક પરોઠા
  • સિલોન પરોઠા શ્રીલંકાના
  • બાલ વાલા પરોઠા
  • ધનિયા પરોઠા
  • કોબીપરોઠા
  • મીઠા પરોઠા
  • વટાણા પરોઠા
  • જયપુરી પરોઠા
  • લચ્છા પરોઠા - તવાવાળા પૂર્વી ભારતમાં પ્રચલીત ત્રિકોણાકાર પડવાળા
  • ટમેટા પરોઠા ટમેટા ભરેલ
  • ચણા દાળ પરોઠા
  • પરોઠા પીઝા પોપ્સ પીઝા સોસ ભરેલા છીઝ ટોપીંગ્સ ભરેલા
  • મૂળા પરોઠા
  • ફ્લાવર પરાઠા મસાલેદાર ફ્લાવર ભરેલ
  • તંદૂરી પરોઠા
  • લચ્છા પરોઠા - તંદૂરી તંદૂરમાં બનતા ઘણાં પડવાળા પરોઠા
  • દાળ પરોઠા
  • મોગલી પરોઠા તીવ્ર શેકેલાં ઈંડા અને માંસ ભરેલા
  • પરતોંવાલા પરોઠા
  • રોટી પરોઠા સિંગાપુર મલેશિયામાં મળતા પરોઠા
  • બૂંદી પરોઠા ખારી બુંદી ભરેલી ઘીમાં શેકેલા પરોઠા
  • કાંદાના પરોઠા
                                     

3. અન્ય માહિતી

પરોઠા મૂળ રૂપે પંજાબમાં બનાવાય અને પીરસાય છે પણ દક્ષિણ ભારતમાં આની ઘણી પ્રજાતિ પર્રોટ્ટા નામે જોવા મળે છે. પરોઠાને ઘેર બનાવેલા માખણ કે દહીં સાથે ખવાય છે. પરોઠાના રસિયાઓ લસ્સી કે છાશ સાથે ખાઈને એની મજા લેતા હોય છે.

દહીં અને અથાણાં સાથે પરોઠા એ મોટા ભાગના ભારતીયોનો સવારનો નાસ્તો હોય છે, ખાસ કરી ઉત્તર ભારતમાં.

પરોઠા વધુ પડતા તૈલી શાક સાથે જમવામાં સારા લાગતા નથી.

                                     

4. ખાવા માટે તૈયાર પરોઠા

પરોઠામાંં પડ બનાવવા અને તેને સાચવવા એક કળા હોય છે, આથી તેને તૈયાર કરી પેકેટમાં વેચવા અઘરા છે. તેમ છતાં એને ફ્રોઝન શીત કરી વેચાય છે. આ વાનગી પશ્ચિમમાં પ્રચલિત છે, જ્યાં પરોઠા બનાવવાની ઝંઝટમાં પડવા માટે લોકોને નથી સમય હોતો કે નથી ઇચ્છા હોતી.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →