Back

ⓘ મૈં ભી ચોકિદાર. મૈં ભી ચોકીદાર ભારતીય જનતા પાર્ટી દ્વારા ૨૦૧૯ ની ભારતીય સામાન્ય ચૂંટણી માટેના તેના પ્રચારમાં ઉપયોગમાં લેવાયેલું એક હિંદી સૂત્ર છે. ભાજપના વડા પ્ ..



                                     

ⓘ મૈં ભી ચોકિદાર

મૈં ભી ચોકીદાર ભારતીય જનતા પાર્ટી દ્વારા ૨૦૧૯ ની ભારતીય સામાન્ય ચૂંટણી માટેના તેના પ્રચારમાં ઉપયોગમાં લેવાયેલું એક હિંદી સૂત્ર છે. ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધના નારા લગાવતા આ સૂત્રની રચના કરી હતી. આ સૂત્રને સરકાર, સંસ્થાઓ અને ભરતીની કેટેગરીમાં EFFIE સિલ્વર એવોર્ડ ૨૦૨૦ એનાયત કરાયો હતો. મોદી સાથેની એકતા બતાવવા માટે લાખો લોકોએ તેમના સોશિયલ મિડિયાના ડીપી અને પ્રોફાઇલ બદલી હતી.

                                     

1. ઇતિહાસ

૧૪ માર્ચ ૨૦૧૯ના રોજ, મોદીએ તેમના સમર્થકો માટે મેં ભી ચોકીદાર ના નારા સાથે એક અભિયાન શરૂ કરીને રાહુલ ગાંધીએ બનાવેલા ચોકિદાર ચોર હૈ ની મજાકનો જવાબ આપ્યો, અને સૂચવ્યું કે દરેક ભ્રષ્ટાચાર અને સામાજિક અનિષ્ટ સામે લડવૈયા છે. મોદીએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલનું નામ પણ નરેન્દ્ર મોદી નામથી બદલીને ચોકીદાર નરેન્દ્ર મોદી રાખ્યું છે. આ સૂત્ર વિપક્ષના નોંધપાત્ર ઉપહાસ હેઠળ આવ્યું, જેમણે તેને "નવું નાટક" ગણાવ્યું હતું.

આ સંકલિત અભિયાનમાં પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રીઓ અને અન્ય કેન્દ્રીય પ્રધાનો સહિત ભાજપના પક્ષના નેતાઓએ "ચોકીદાર" ઉપસર્ગ ઉમેરીને તેમના ટ્વિટર પ્રોફાઇલ નામો બદલ્યા. આખરે, એનડીએના લાખો સમર્થકોએ તે મુજબ તેમના નામ પણ બદલ્યા. મોદીએ અભિયાનના ભાગ રૂપે ઓડિઓ કડી થકી ચોકીદારોના વિશાળ જૂથને સંબોધન પણ કર્યું હતું.

કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધી સાથે ભાજપના ચૂંટણી સૂત્રની ટીકા કરતા કહ્યું કે ચોકીદાર ચોર છે અને સત્ય બદલી શકાતું નથી. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મોદીના નારા પર પ્રતિક્રિયા આપી હતી અને મોદી પર આરોપ લગાવ્યો હતો કે તે એકમાત્ર ચોકીદાર છે, જે ચોર છે. કોંગ્રેસની સોશ્યલ મીડિયા ટીમ સૂત્ર "મેં ભી બેરોજગાર" હું પણ બેકાર છું વડે મોદી સરકાર હેઠળ બેરોજગારીની સમસ્યા પ્રગટ કરવા અને મેં ભી ચૌકીદાર ઝુંબેશ સામે પ્રતિક્રિયા આપી હતી.

આમ આદમી પાર્ટી આપ ના વડા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે મોદી ઈચ્છે છે કે આખો દેશ ચોકીદાર બનશે, જે લોકો તેમના બાળકોને ચોકીદાર બનવા માંગે છે તેઓએ મોદીને મત આપવો જોઇએ જ્યારે બાળકોને ડૉકટર, એન્જિનિયર અથવા વકીલ બનવા માટે સારા શિક્ષણની શોધમાં રહેલા લોકોએ તેમને મત આપવો જોઈએ.

તેને ચૌકીદાર ચોર હૈ અભિયાન કરતાં વધુ અસરકારક ગણવામાં આવે છે.

આ અભિયાનને અનુસરતા વર્ષ ૨૦૨૦ની બિહારની ચૂંટણી માટે નીતિશ કુમારે मैं भी नितीश कुमार હું પણ નીતિશ કુમારની ખૂબ ઝુંબેશ ચલાવી હતી.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →