Back

ⓘ સ્ટીવન પ્રુઇટ એક અમેરિકન વિકિપીડિયા સંપાદક છે જે અંગ્રેજી વિકિપીડિયા પર સૌથી વધુ સંપાદનો ધરાવે છે. ૩૦ લાખથી વધુ સંપાદનો અને ૩૫,૦૦૦થી વધુ લેખો બનાવ્યા હોવાથી તેન ..



સ્ટીવન પ્રુઇટ
                                     

ⓘ સ્ટીવન પ્રુઇટ

સ્ટીવન પ્રુઇટ એક અમેરિકન વિકિપીડિયા સંપાદક છે જે અંગ્રેજી વિકિપીડિયા પર સૌથી વધુ સંપાદનો ધરાવે છે. ૩૦ લાખથી વધુ સંપાદનો અને ૩૫,૦૦૦થી વધુ લેખો બનાવ્યા હોવાથી તેને ૨૦૧૭માં ટાઇમ મેગેઝિન દ્વારા ઇન્ટરનેટ પરના ૨૫ સૌથી મહત્વપૂર્ણ પ્રભાવક વ્યક્તિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પ્રુઇટ, "સેર એમેન્ટીઓ દી નિકોલાઓ" છદ્મ નામથી સંપાદનો કરે છે. તેઓ વુમન ઇન રેડ પ્રોજેક્ટ દ્વારા મહિલાઓના સમાવેશને પ્રોત્સાહન આપવા માટે વિકિપીડિયા પર પદ્ધતિસરના પૂર્વગ્રહ સામે લડે છે.

                                     

1. પ્રારંભિક જીવન અને શિક્ષણ

પ્રુઇટનો જન્મ ૧૯૮૪ની આસપાસ ટેક્સાસના સાન એન્ટોનિયોમાં થયો હતો, જે રશિયન યહૂદી ઇમિગ્રન્ટ અલ્લા પ્રુઇટ અને વર્જિનિયાના રિચમંડના ડોનાલ્ડ પ્રુઇટના એકમાત્ર સંતાન હતા. તેમણે ૨૦૦૨માં વર્જિનિયાના એલેક્ઝાન્ડ્રિયામાં સેન્ટ સ્ટીફન્સ એન્ડ સેન્ટ એગ્નિસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમણે કોલેજ ઓફ વિલિયમ એન્ડ મેરીમાં અભ્યાસ કર્યો હતો અને ૨૦૦૬માં કલા ઇતિહાસની ડિગ્રી મેળવી હતી.

                                     

2. વિકિપીડિયા સંપાદન

પ્રુઇટે ૨૦૦૪ માં વિકિપીડિયામાં સંપાદન કરવાનું શરૂ કર્યું. તેમનો પ્રથમ વિકિપીડિયા લેખ પીટર ફ્રાન્સિસ્કો વિશે હતો, જે પોર્ટુગીઝમાં જન્મેલા ક્રાંતિકારી યુદ્ધ હીરો "વર્જિનિયા હર્ક્યુલસ" તરીકે ઓળખાય છે, જે પ્રુઇટના "મહાન પરદાદા" હતા. ૨૦૦૬ માં જ્યારે તેઓ કોલેજ ઓફ વિલિયમ એન્ડ મેરીમાં હતા ત્યારે પોતાનું વર્તમાન સભ્ય ખાતું બનાવ્યું હતું. ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં, પ્રુઇટે વિકિપીડિયામાં ૩૦ મિલિયનથી વધુ સંપાદનો કર્યા હતા, જે અંગ્રેજી વિકિપિડિયાના અન્ય સંપાદકો કરતા વધુ છે. ૨૦૧૫ માં તેમણે સંપાદક જસ્ટિન કેનપ્પને પાછળ છોડી સંપાદન સંખ્યામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. પ્રુઇટનું માનવું છે કે તેણે જૂન ૨૦૦૪માં વિકિપીડિયામાં પ્રથમ સંપાદન કર્યું હતું. તેમના સંપાદનોમાં વિકિપીડિયા પરના લિંગભેદને પહોંચી વળવા ૬૦૦ થી વધુ મહિલાઓ પર લેખો બનાવવાનો સમાવેશ થાય છે.

                                     

2.1. વિકિપીડિયા સંપાદન ઇન્ટરવ્યુ

પ્રુઇટને જાન્યુઆરી ૨૦૧૯માં સીબીએસ ધીસ મોર્નિંગ પર રજૂ કરવામાં આવ્યો હતો. ઇન્ટરવ્યૂમાં પ્રુઇટે જણાવ્યું હતું કે કેવી રીતે તેણે તેના દૂરના પૂર્વજ પીટર ફ્રાન્સિસ્કો વિશે પ્રથમ લેખ પર કામ કર્યું હતું. તેણે વિકિપીડિયા પર નોંધપાત્ર મહિલાઓના કવરેજને પ્રોત્સાહન આપવામાં મદદ કરવાની તેની પ્રતિબદ્ધતાનું વર્ણન કર્યું હતું.

                                     

3. અંગત જીવન

પ્રુઇટની વિકિપીડિયા સિવાયની રુચિઓમાં કેપિટલ હિલ ચોરલે શામેલ છે, જેમાં તે ગાયક છે. તે ઓપેરાના એક ચાહક છે. અને તેનું વર્તમાન સભ્ય નામ પણ ૧૯૧૮ના એક ઓપેરાના નાનકડા પાત્ર પરથી પસંદ કર્યું છે.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →