Back

ⓘ શિવસેના એ મરાઠી પ્રાદેશિક અને હિન્દૂ રાષ્ટ્રવાદી રાજકીય સંગઠન છે. રાજકીય કાર્ટૂનિસ્ટ બાલ ઠાકરેએ ૧૯ જૂન ૧૯૬૬ના રોજ તેની સ્થાપના કરી હતી. આ પક્ષ મૂળ બોમ્બે ના એક ..શિવસેના
                                     

ⓘ શિવસેના

શિવસેના એ મરાઠી પ્રાદેશિક અને હિન્દૂ રાષ્ટ્રવાદી રાજકીય સંગઠન છે. રાજકીય કાર્ટૂનિસ્ટ બાલ ઠાકરેએ ૧૯ જૂન ૧૯૬૬ના રોજ તેની સ્થાપના કરી હતી. આ પક્ષ મૂળ બોમ્બે ના એક આંદોલનમાંથી ઉભર્યો હતો, જે શહેરમાં સ્થળાંતર કરતા મહારાષ્ટ્રીયન લોકો માટે અધિમાનની માંગ કરતો હતો. હાલમાં તેના અધ્યક્ષ બાલ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે છે. શિવસેનાના સભ્યોને શિવસૈનિક તરીકે ઓળખવામાં આવે છે.

જોકે પાર્ટીનો પ્રાથમિક આધાર હજી મહારાષ્ટ્રમાં છે, પરંતુ તેણે સંપૂર્ણ ભારત સુધી વિસ્તરણ કરવાનો પ્રયાસ કર્યો છે. ૧૯૭૦ ના દાયકામાં તે ધીરે ધીરે માત્ર મરાઠી તરફી વિચારધારાની હિમાયત કરવાને બદલે એક વ્યાપક હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડાને સમર્થન આપવા તરફ પ્રયાણ કર્યું, કારણ કે તેણે પોતાનું ભારતીય જનતા પાર્ટી સાથે ગઠન કર્યું હતું. પાર્ટીએ શરૂઆતથી જ મુંબઈ બીએમસી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. ૧૯૮૯માં તેણે લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપ સાથે જોડાણ કર્યું, જે બાદમાં ઓક્ટોબર ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં અસ્થાયી ધોરણે તૂટી ગયું હતું. મહાગઠબંધનમાં ઝડપથી સુધારો થયો અને શિવસેના ડિસેમ્બર ૨૦૧૪માં મહારાષ્ટ્રમાં ભાજપ સરકારનો ભાગ બની ગઈ. ૧૯૯૮થી રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણમાં એનડીએ તે ગઠબંધન ભાગીદાર છે, જેમાં ૧૯૯૮-૨૦૦૪ દરમિયાન વાજપેયી સરકાર અને હાલની નરેન્દ્ર મોદી સરકારનો સમાવેશ થાય છે.

બોલીવુડ ફિલ્મ ઉદ્યોગ ઉપર પાર્ટીની શક્તિશાળી પકડ છે. તેને "ઉગ્રવાદી", "અંધરાષ્ટ્રવાદી", તેમજ ફાસીવાદી પક્ષ" તરીકે ઓળખવામાં આવે છે. શિવસેનાને ભિવંડીમાં ૧૯૭૦ની કોમી હુલ્લડો, ૧૯૮૪ના ભિવંડી હુલ્લડ અને ૧૯૯૨-૧૯૯૩નાં બોમ્બેના રમખાણોમાં થયેલી હિંસા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

પાર્ટી મહારાષ્ટ્રના મરાઠા અને કુંબી સમુદાયોનું સમર્થન ધરાવે છે, જેને સેનાએ કોંગ્રેસ પાર્ટીથી દૂર કરી દીધા છે.

                                     

1. ઈતિહાસ

મુંબઈમાં ગુજરાતીઓ ઉદ્યોગો અને ધંધા પર રાજ કરતા હતાં અને દક્ષિણ ભારતના લોકો મજૂરી કરતા હતાં જેને લીધે ત્યાંના મરાઠી લોકોમાં અસંતોષ હતો; બાલ ઠાકરેએ શરુઆતથી જ આ અસંતોષનો ફાયદો ઉઠાવી પોતાના માર્મિક નામના સામયિકમાં પ્રહાર કર્યા અને ૧૯જૂન ૧૯૬૬ના રોજ પાર્ટીની સ્થાપના કરી. ત્યાંના સ્થાનિકોને ગુજરાતી અને દક્ષિણ ભારતીયો વિરુદ્ધ ભડકાવી હુમલા કરાવ્યા. બેરોજગાર મરાઠીઓ બાલ ઠાકરેના આવા વિચારોથી જોડાયા અને ગુંડાગીરી તરફ વળ્યા; દક્ષિણ ભારતીયોની હોટલમાં તોડફોડ કરી મરાઠીઓને નોકરી અપાવવા દબાણ કરવા લાગ્યા. ૧૯૭૦ના દશકમાં આ અભિયાન નિષ્ફળ જતા ભાજપ સાથે ગઠબંધન કર્યું અને હિંદુત્વનો રાગ આલાપવો શરૂ કર્યો.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →