ⓘ Free online encyclopedia. Did you know? page 43                                               

ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્મા જાણીતા ગુજરાતી ભાષાના સાહિત્યકાર હતા. તેમણે નવલકથા, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે કાર્ય કર્યું છે. તેમને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૮માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

                                               

ભગવાનદાસ પટેલ

ભગવાનદાસ પટેલ તેઓ એક આદિવાસી લોકસાહિત્યકાર છે. આમ આદિવાસી વિસ્તારમા જઈને ક્ષેત્ર સંશોધનનુ કાર્ય કરીને વિશેષ કામગીરી કરી છે અને રાજ્યના મૌખિક સાહિત્યને મુખ્ય સાહિત્ય પ્રવાહમાં લાવ્યા છે. તેમણે લીલા મોતિયા, ફુલરોની વાડી, અરવલ્લી પહાડની આસ્થા, ડુંગર ...

                                               

ભાનુપ્રસાદ ત્રિવેદી

ભાનુપ્રસાદ ત્રિવેદીનો જન્મ ૧૬ જાન્યુઆરી ૧૯૩૧ ના દિવસે વાવોલ હાલ ગાંધીનગર જિલ્લો, ગુજરાત ગામે થયો હતો. તેમણે ૧૯૪૯ માં મેટ્રિક પરીક્ષા પાસ કરી, ત્યાર બાદ ૧૯૫૫ માં ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ. અને ૧૯૬૭ માં એજ વિષયમાં એમ.એ. ની પદવી મેળવી. અભ્યાસ પૂ ...

                                               

ભારતી શેલત

ભારતી કિર્તીકુમાર શેલત એ ગુજરાતના ભારતીય પુરાતત્વવિદ્ હતા. તેમણે તેમની કારકિર્દી બી. જે. ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ, અમદાવાદ, ગુજરાત થી આરંભ કરી હતી.

                                               

ભાવેશ ભટ્ટ

ભાવેશ ભટ્ટ એ ગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના ગઝલકાર છે. છે તો છે અને ભીતરનો શંખનાદ એ તેમના સાહિત્યિક સંગ્રહો છે. ગુજરાતી ગઝલક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ તેમને ૨૦૧૪નો શયદા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

                                               

ભૂપત વડોદરિયા

ભૂપતભાઇ વડોદરિયા ગુજરાતી લેખક અને પત્રકાર હતા. તેમણે પોતાનું પ્રકાશન શરૂ કરતા પહેલાં ગુજરાતના વિવિધ સમાચારપત્રો અને ગુજરાત સરકારના માહિતી ખાતામાં નિયામક તરીકે કામ કર્યું હતું. તેમણે પચાસ કરતાં વધુ પુસ્તકો લખ્યા છે.

                                               

ભૂપેશ અધ્વર્યુ

તેમનો જન્મ વલસાડ તાલુકાના ચીખલી ગામમાં થયો હતો. ૧૯૬૬માં તેમણે એસ.એસ.સી.; ૧૯૭૦માં બીલીમોરાની કૉલેજમાંથી ગુજરાતી સાથે બી.એ.; ૧૯૭૨માં એ જ વિષય સાથે એમ.એ.ની પદવીઓ મેળવી. તેઓ ૧૯૭૨-૭૩ પાલનપુરમાં, ૧૯૭૩-૭૪ બાલાસિનોરમાં, ૧૯૭૪-૭૭ મોડાસામાં અધ્યાપક રહ્યા હત ...

                                               

ભૃગુરાય અંજારિયા

અંજારિયા ભૃગુરાય દુર્લભજીઃ: સાહિત્ય-સંશોધક, વિવિચેક. જન્મ રાજકોટમાં. પિતા જામનગરમાં શિક્ષક તેથી પ્રાથમિક શિક્ષણ જામનગરમાં, માતા-પિતાના અવસાનને કારણે મેટ્રિક સુધીનું, પછીનું શિક્ષણ રાજકોટમાં. ૧૯૩૫માં બી.એ. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી અંગ્રેજી અને ...

                                               

ભોગીન્દ્ર દીવેટીયા

તેમનો જન્મ ૧ એપ્રીલ ૧૮૭૫ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ રાધનપુર અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું હતું. ૧૮૯૫માં મેટ્રિકની પરીક્ષા આપી તેઓ મુંબઈની વિલ્સન કૉલેજમાં ટર્મ ભરવા ગયા હતાં. પરંતુ ઈ.સ.૧૯૦૧માં અમદાવાદ પાછા ફર્યા હતા. ...

                                               

ભોગીલાલ સાંડેસરા

સાંડેસરા ભોગીલાલ જયચંદભાઈ: વિવેચક, સંપાદક. જન્મ પાટણ જીલ્લા ના સંડેરમાં. ૧૯૩૫માં મૅટ્રિક. ૧૯૩૫-૩૭ દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’ના તંત્રીખાતામાં. ૧૯૪૧માં ગુજરાત કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૩ માં ગુજરાત વિદ્યાસભાના અનુસ ...

                                               

ભોજા ભગત

ભોજા અથવા ભોજોનો જન્મ ૧૭૮૫માં લેઉઆ કણબી જ્ઞાતિમાં ફતેહપુર અથવા દેવકી ગલોળ ગામમાં જેતપુર નજીક સૌરાષ્ટ્રમાં થયો હતો. તેમનાં પિતાનું નામ કરસનદાસ અને માતાનું નામ ગંગાબાઇ હતું. તેમની કૌટુંબિક અટક સાવલિયા હતી. ૧૨ વર્ષની ઉંમરે તેઓ તેમનાં ગુરૂને મળ્યાં જ ...

                                               

ભોળાનાથ દિવેટિયા

તેમનો જન્મ અમદાવાદમાં એક નાગર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે કાયદાનો અભ્યાસ કર્યો હતો અને ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન સરકારી નોકરી કરી હતી. તેમની બઢતી પ્રથમ દરજ્જાના ઉપ-ન્યાયાધીશ તરીકે થઇ હતી અને તેઓ ૧૮૭૪માં નિવૃત્ત થયા હતા અને તેમને બ્રિટિશ ...

                                               

મકરંદ મહેતા

મકરંદ મહેતાનો જન્મ ૨૫ મે ૧૯૩૧ ના રોજ અમદાવાદમાં એક નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, પેન્સિલ્વેનીયા યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. નિવૃત્તિ પહેલાં તેમણે ગુજરાત યુનિવર્સિટીના સ્ ...

                                               

મકાનજી કુબેર મક્વાણા

મકાનજીનો જન્મ્ ૧૮૪૯ માં અમદાવાદ ખાતે વણકર સમુદાયમાં થયો હતો. તે પંદર વર્ષની ઉંમરે બોમ્બે સ્થળાંતર થયા અને પછી જેજે સ્કૂલ ઓફ આર્ટમાં જોડાયો અને વ્યવસાયે ચિત્રકાર બન્યો. તેણે પોતાની પેઇન્ટિંગની દુકાન ખોલી અને ઘણી સંપતિ એકત્રિત કરી. વણકર તરીકે મકાનજ ...

                                               

મણિલાલ દ્વિવેદી

મણિલાલ નભુભાઈ દ્વિવેદી ‍ ગુજરાતી નિબંધકાર, નાટ્યકાર, કવિ, વિવેચક, સંશોધક, સંપાદક, આત્મચરિત્રકાર, તત્ત્વચિંતક અને સમાજ સુધારક હતા. તેઓ ધ્યેયલક્ષી સાહિત્યકાર હતા. પોતે સ્વીકારેલ જીવનકાર્યને વ્યાપક મૂર્તતા આપવાવાના ઉદ્દેશથી તેમણે લેખનપ્રવૃત્તિ હાથ ધ ...

                                               

મણિશંકર રત્નજી ભટ્ટ

મણિશંકર રત્નજી ભટ્ટ, જેઓ તેમના ઉપનામ કવિ કાન્ત વડે જાણીતા છે, ગુજરાતી કવિ, નાટ્યલેખક અને નિબંધકાર હતા. તેઓ ખંડકાવ્ય કવિતા પ્રકારના રચયિતા હતા. તેમનું પુસ્તક પૂર્વાલાપ ગુજરાતી કવિતામાં એક સીમાચિહ્ન ગણાય છે.

                                               

મનસુખરામ ત્રિપાઠી

મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી એક ગુજરાતી નિબંધકાર, જીવનચરિત્રકાર અને ચિંતક હતા. તેમણે ગુજરાતી લેખકોની સંરક્ષક વિચારધારાનું નેતૃત્વ કર્યું, જેમાં લખવા અને બોલવામાં થતા વિદેશી શબ્દોના ઉપયોગને ટાળવાની હિમાયત કરતા, અને સંસ્કૃત અથવા સંસ્કૃતિક શબ્દોના ઉપય ...

                                               

મનસુખલાલ ઝવેરી

તેમનો જન્મ ઈ.સ.૧૯૦૭ ની ૩ ઓક્ટોબર નાં રોજ ગુજરાત રાજ્યનાં જામનગર શહેરમાં થયો હતો. તેમનાં પિતાનું નામ મગનલાલ ઝવેરી હતું. તેઓએ એમ.એ. સુધીનો અભ્યાસ પુર્ણ કરીને પ્રાધ્યાપક તરીકે અને પછીથી પ્રિન્સિપાલ તરીકે સેવા આપી હતી. તેઓ શિક્ષણની સાથે સાથે સાહિત્યમ ...

                                               

મનુભાઈ જોધાણી

મનુભાઇ લલ્લુભાઇ જોધાણી ગુજરાત, ભારતના ગુજરાતી લેખક, લોકસાહિત્યકાર, પક્ષીવિદ્, વનસ્પતિશાસ્ત્રી અને સંપાદક હતા. તેમના ૧૫ થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા હતા.

                                               

મહાત્મા ગાંધી

મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખ ...

                                               

મહીપતરામ રૂપરામ નીલકંઠ

તેમનો જન્મ ૩ ડિસેમ્બર ૧૮૨૯ના રોજ સુરત ખાતે વડનગરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં રૂપરામ નીલકંઠ અને ગિરજાગૌરીને ત્યાં થયો હતો. તેઓ દોઢ વર્ષના હતા ત્યારે તેમની માતાનું નિધન થયું હતું. જ્યારે તેઓ ચાર વર્ષના હતા ત્યારે તેમનું સગપણ ત્રણ વર્ષની કન્યા પાર્વતીક ...

                                               

મહેન્દ્રસિંહ પરમાર

મહેન્દ્રસિંહ પરમાર એ ગુજરાત, ભારતના એક ગુજરાતી લેખક અને પ્રોફેસર છે. પોલિટેકનિક અને રખડુનો કાગળ એ તેમની જાણીતી કૃતિઓ છે. તેમણે નાટકો પણ લખ્યા છે.

                                               

મહેશ ચોક્સી

ચોકસી મહેશ હીરાલાલ: વિવેચક. જન્મ અમદાવાદમાં. ૧૯૫૨માં અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. ૧૯૫૫ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૬૨ માં પીએચ.ડી. હાલ ભાષા નિયામકની કચેરીમાં પ્રકાશન અધિકારી. ગુજરાતી નાટ્યસાહિત્યના વિકાસના તબક્કાઓની અને નાટ્યલેખકો તેમ જ કૃ ...

                                               

માધવ રામાનુજ

તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના પચ્છમમાં થયો હતો. ૧૯૭૩માં તેમણે અમદાવાદની સી.એન. કૉલેજ ઑફ ફાઇન આર્ટસમાંથી કમર્શિયલ આર્ટ વિષયમાં ગવર્નમેન્ટ ડિપ્લોમા ઑફ આર્ટ્સની પદવી મેળવી હતી. ૧૯૬૯માં અખંડ આનંદ સામયિકના તંત્રીવિભાગમાં, ૧૯૬૯થી ૧૯૭૦ દરમિયાન વોરા ઍન્ડ ક ...

                                               

મુકુંદ પરીખ

તેમનો જન્મ ૨૬ જાન્યુઆરી ૧૯૩૪ના દિવસે નાદીસાર ગામમાં હાલનો પંચમહાલ જિલ્લો, ગુજરાત ભાઈલાલ પરીખને ત્યાં થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમના વતનમાં બાલાસિનોર શહેરમાં લીધું. ૧૯૫૭માં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી તેઓ અર્થશાસ ...

                                               

મુક્તાનંદ સ્વામી

શ્રી સ્વામિનારાયણ ભગવાન ફરતી ઓપતી 500-500 પરમહંસોની મંડળીનો મેર,સત્સંગ ઈમારતનો ભોમ,જેમને નિઃસંકોચ કહી શકાય એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી હતા. સ્વામીનો જન્મ સવંત 1814 પોષ વદી સાતમના દિવસે રાધાદેવીની કુખે આનંદરામના પવિત્ર ઘરમાં થયો હતો.બાળપણનું નામ મ ...

                                               

મૂળદાસ

તેમનો જન્મ ભારતના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકાના આમોદરા ગામે લુહાર જ્ઞાતિમાં વિ.સં. ૧૭૩૧ કારતક સુદ ૧૧ને સોમવારના રોજ થયો હતો. પિતાનું નામ કૃષ્ણ અને માતાનું નામ ગંગાબાઇ. ગોંડલના લોહલંગરીબાપુ તેમના ગુરુ હતા. શીલદાસ, હાથીરામ અને જદુરામ ...

                                               

મૂળશંકર ભટ્ટ

મૂળશંકર ભટ્ટ, ગુજરાતી સાહિત્ય જગતમાં, ગુજરાતનાં જૂલે વર્નથી ઓળખાતા. તેઓએ અનુવાદક, જીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, બાળસાહિત્ય લેખક તરીકે ગુજરાતી ભાષામાં ઉમદા કાર્ય કરેલું છે.

                                               

મોરારસાહેબ

મોરારસાહેબ એ રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ હતા. તેમણે લખેલા "પરજ" ભક્તિ પદો માટે તેઓ વિશેષ જાણીતા છે. તેમના નામ ઉપરથી ખંભાળિયાને મોરારનું ખંભાળિયા કહેવાય છે.

                                               

મોહન પરમાર

મોહન પરમાર એ ગુજરાતી ભાષાના ટૂંકી વાર્તા લેખક, નવલકથાકાર અને વિવેચક છે. પરમારને તેના લઘુ વાર્તા સંગ્રહ આંચળો માટે ૨૦૧૧ માં ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતી મળ્યો હતો. તે અગાઉ હરીશ મંગલમની સાથે ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના સામયિક હયાતીના સ ...

                                               

મોહનલાલ ચુનીલાલ ધામી

વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી એ રાજકોટ, ગુજરાતના ગુજરાતી લેખક, કવિ, નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર અને આયુર્વેદિક ચિકિત્સક હતા. તેમણે ૧૭૦ થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા હતા. તેમની સાહિત્યિક કૃતિ મોટાભાગે જૈન સાહિત્ય પર આધારિત છે. સાધના સન્માન સમિતિ હેઠ ...

                                               

યોગેશ જોષી

યોગેશ જોશી ગુજરાતી કવિ, ટૂંકી વાર્તા લખનાર, નવલકથાકાર અને સંપાદક છે. તેઓ પરબના સંપાદક છે, જે ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર છે. તેમની નોંધપાત્ર રચનાઓમાં અવાજનું અજવાળું, સમૂળી, મોટીબા અને અધખુલી બારી શામેલ છે. તેમની નવલકથા મોટીબા ને માટે ૧૯૯૮ના ...

                                               

યોગેશ્વર

યોગેશ્વરજી ગુજરાતમાં વીસમી સદીમાં થઇ ગયેલા યોગી, સંત અને સાહિત્યકાર હતા.તેમને ગુજરાતી ભાષામાં ૧૦૦ કરતા પણ વધુ ગ્રંથો અર્પણ કર્યા છે. સંન્યાસ કે રૂઢિગત ચાલી આવતી ભગવા વસ્ત્રોની પ્રણાલિકાને અનુસર્યા વગર તથા કોઈ દેહધારી ગુરૂની સહાયતા વિના કેવળ મા જગ ...

                                               

યોસેફ મેકવાન

તેમનો જન્મ ૨૦ ડિસેમ્બર ૧૯૪૦ના રોજ અમદાવાદમાં ફિલિપ અને મરિયમને ત્યાં થયો હતો. તેમનું કુટુંબ નડીઆદ નજીક આવેલા માલાવાડા ગામનું હતું. કૌટુંબિક સમસ્યાઓને કારણે તેમણે એસ.એસ.સી. પછી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં મદદગાર તરીકે નોકરી કરી હતી, ...

                                               

રંભા ગાંધી

રંભા મનમોહન ગાંધી ગુજરાતી લેખિકા હતા જેમણે નાટકો, ટૂંકી વાર્તાઓ, ગીતો અને નિબંધો સહિત કારકિર્દીમાં ૪૪ પુસ્તકો પ્રકાશિત કર્યા હતા.

                                               

રણછોડજી દીવાન

રણછોડજી દીવાન રજવાડા સમયમાં જુનાગઢ રાજના નવાબના દિવાન હતા અને કવિ પણ હતા. વિક્રમ સંવત ૧૮૭૮માં તેઓ હયાત હોવાની નોંધ કવિ દલપતરામે તેમના પુસ્તક ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસમાં કરે છે. રણછોડજી વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ્યા હતા. તેમણે ચંડીપા ...

                                               

રણછોડભાઈ દવે

રણછોડભાઈ ઉદયરામ દવે નાટ્યલેખક, નિબંધકાર, પિંગળશાસ્ત્રી હતા. જન્મ ખેડા જિલ્લાના મહુધામાં. પ્રાથમિક શિક્ષણ મહુધામાં લઈ ૧૮૫૨માં અંગ્રેજીના અભ્યાસાર્થે નડિયાદ ગયા. ૧૮૫૭માં અમદાવાદમાં ‘લૉ કલાસ’માં દાખલ થયા. પહેલા સરકારી ખાતામાં ત્યાંના કલેકટરની ઑફિસમા ...

                                               

રણજિતરામ મહેતા

રણજિતરામ વાવાભાઇ મહેતા જાણીતા ગુજરાતી લેખક હતા. ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજિતરામ સુવર્ણ ચંદ્રક તેમના માનમાં ગુજરાતી સાહિત્યકારોને અપાય છે.

                                               

રતિલાલ અનિલ

રતિલાલ અનિલ ગુજરાતી ગઝલકાર અને પત્રકાર હતા. ‘ સાંદીપનિ ’, ‘ ટચાક ’ અને ‘ કલ્કિ ’ તેમના અન્ય ઉપનામો હતાં. તેમણે ૨૦૦૬માં તેમના નિબંધસંગ્રહ આટાનો સૂરજ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમજ ગઝલક્ષેત્રે પ્રદાન માટે વલી ગુજરાતી ગઝલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

                                               

રત્નસુંદરસૂરિ

રત્નસુંદરસૂરિનો જન્મ ૫ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ ગુજરાતના પાલીતાણા નજીક આવેલા દેપલા ગામમાં થયો હતો. તેમની માતાનું નામ ચંપાબેન અને તેમના પિતાનું નામ દલીચંદ હતું. તેમનું સાંસારિક નામ રજની હતું. ઈ.સ. ૧૯૬૭માં તેમણે ભુવનસુંદરસુરિ પાસે જૈન દીક્ષા અંગીકાર કર ...

                                               

રમણલાલ સોની

રમણલાલ પીતાંબરદાસ સોની, જેઓ તેમના ઉપનામ સુદામો વડે પણ ઓળખાતા હતા, જાણીતા બાળસાહિત્યકાર, અનુવાદક અને સામાજીક કાર્યકર હતા. તેમણે મુખ્યત્વે ગુજરાતી ભાષામાં સાહિત્ય સર્જન કર્યું હતું.

                                               

રમેશ પારેખ

રમેશ પારેખ ગુજરાતી ભાષાના કવિ અને ગીતકાર હતા. તેઓ આધુનિક ગુજરાતી કવિતાના સૌથી વધુ લોકપ્રિય કવિ હતા. વ્યવસાયે સરકારી કર્મચારી હોવા છતાં તેમને સાહિત્ય અને સંગીતમાં ઊંડો રસ હતો. ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોમાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે ...

                                               

રમેશ મ. શુક્લ

રમેશ શુક્લનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૨૯ના રોજ સુરત ખાતે થયો હતો. તેમણે ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટી ખાતેથી ગુજરાતી વિષય સાથે એમ.એ. કર્યું, અને ત્યારબાદ ૧૯૭૮માં ગુજરાતીમાં અને ૧૯૮૯માં સંસ્કૃતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધીઓ મેળવી. તેમણે ૨૦ ...

                                               

રમેશ ર. દવે

રમેશ ર. દવેનો જન્મ ૧ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ખંભલાવ ગામમાં થયો હતો. તેઓ ચુડા તાલુકાના સુરેન્દ્રનગર નાગનેશ ગામના વતની છે. તેમની માતાનું નામ અનુબહેન અને પિતાનું નામ રતિલાલ દવે છે. તેમના માતા સણોસરા ભાવનગરમાં શિક્ષિકા હતા ...

                                               

રવિન્દ્ર પારેખ

રવિન્દ્ર પારેખનો જન્મ ૨૧ નવેમ્બર ૧૯૪૬ માં કલવાડામાં હાલ વલસાડ જિલ્લો, ગુજરાત અંબાબેન અને મગનલાલ પારેખને ઘેર થયો હતો. તેમણે સુરતમાં શિક્ષણ લીધું. તેમણે ૧૯૬૯ માં રસાયણ શાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્રમાં બી.એસ.સી., ૧૯૭૭ માં ગુજરાતી ભાષા અને માનસ શાસ્ત્રમા ...

                                               

રવિશંકર રાવળ

રવિશંકર રાવળ ગુજરાતના ચિત્રકાર, સાક્ષર, કલા વિવેચક, પત્રકાર અને નિબંધકાર હતા. તેમણે ૧૯૨૧ સુધી વીસમી સદી સામયિકમાં કામ કર્યું હતું અને સાહિત્યિક સામયિક કુમારની સ્થાપના કરી હતી.

                                               

રશીદ મીર

રશીદ મીર એ ગુજરાતી ભાષાના ગઝલકાર, વિવેચક, સંપાદક અને સંશોધનકાર છે. તેઓ ગુજરાતી ગઝલ પત્રિકા ધબકના સ્થાપક સંપાદક છે. તેમની નોંધપાત્ર કૃતિઓમાં સાત સૂકાં પાંદડા, ગઝલનું પરિપેક્ષ્ય, ઠેસ અને અધખુલા દ્વાર નો સમાવેશ થાય છે. ધ ઇન્ડિયન નેશનલ થિયેટર, મુંબઈએ ...

                                               

રાકેશ ઝવેરી

રાકેશ ઝવેરી, જેમને પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના એક આધ્યાત્મિક નેતા, રહસ્યમય, જૈન ધર્મના વિદ્વાન, લેખક અને વક્તા છે. યુવાન વયથી આધ્યાત્મિક રીતે વલણ ધરાવતા, તે જૈન આધ્યાત્મિક શિક્ષક શ્રીમદ રાજચંદ્રના અનુયાયી છે. તે ...

                                               

રાજેન્દ્ર પટેલ

રાજેન્દ્ર પટેલ ભારત, ગુજરાતના ગુજરાતી ભાષાના કવિ, લઘુકથા લેખક વિવેચક છે. તેઓ ૨૦૧૪ થી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમની નોંધપાત્ર કૃતિઓમાં જુઈની સુગંધ, શ્રી પુરંત જાણશે અને અવગત નો સમાવેશ થાય છે. ગુજરાત સાહિત્ય અકાદમ ...

                                               

રાજેન્દ્ર શાહ

રાજેન્દ્ર કેશવલાલ શાહ ગુજરાતી કવિ હતા. તેમણે ૨૦ કરતાં વધુ કાવ્ય અને ગીત સંગ્રહો પ્રકાશિત કર્યા હતા, જેમાંના મુખ્યત્વે પ્રકૃતિ સૌંદર્ય અને સ્થાનિક લોકોના રોજિંદા જીવન તેમજ માછીમાર સમુદાય પર હતા. તેમની કવિતાઓમાં તેમણે સંસ્કૃત પરિમાણોનો ઉપયોગ કર્યો ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →